લક્ષચંડી મહાયજ્ઞ : દરરોજ એક લાખ લિટર દૂધ આવશે, ૨૦ લાખ ભક્તો માટે ચા-કોફી બનશે

0
54

૭૦૦૦થી વધુ બહેનોએ હાથમાં મા ઉમાના નામની મહેંદી મુકાવી
ઊંઝા,તા.૧૬
ઊંઝા ખાતે ૧૮મીથી ૨૨ સુધી લક્ષચંડી મહાયજ્ઞ યોજાવવાનો છે. આ મહાયજ્ઞ ૮૦૦ વીઘા જમીન પર થવાનો છે. યજ્ઞ માટે ૨૪ વીઘા જમીન પર યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. વાસના લાકડામાંથી યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં હાજરી આપવા આવનારા ભાવિ ભક્તો માટે ચા અને કોફીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ચા કોફી માટે ઉમિયાનગરમાં પાંચ સ્ટોલ લગાડવામાં આવ્યા છે. ઉપરાંત ઉમિયા બાગ અને ગંજબજાર ટાવર પાસે પણ ચા-કોફીની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જેમાં દરરોજ એક લાખ લિટર દુધમાંથી ૨૦ લાખથી વધુ ભક્તો માટે ચા અને કોફી બનાવવામાં આવશે. જેનું વિતરણ કરવા માટે ૭૦૦થી વધુ સ્વંયસેવકો કામે લાગશે.
લક્ષચંડી મહાયજ્ઞ ૮૦૦ વીઘા જમીન પર યોજાવવાનો છે. આ મહાયજ્ઞમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર યજ્ઞશાળા છે. જે ૨૪ વીઘા જમીન પર તૈયાર કરવામાં આવી છે. આ યજ્ઞશાળામાં ૧૦૮ યજ્ઞકુંડ અને ૧૧૦૦ પાટલા ગોઠવવામાં આવ્યા છે. યજ્ઞશાળામાં એકસાથે ૩૫૦૦ વ્યક્તિ અને ૭૦૦ ભૂદેવ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. યજ્ઞશાળામાં ૩૦૦૦થી વધુ વાસના થાંભલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૧૦૦૦૦થી વધુ વાસ અને ૨૫ હજાર કિલો સુતરડીનો ઉપયોગ કરીને જમીનથી ૮૧ ફૂંટ ઊંચી યજ્ઞશાળા બનાવવામાં આવી છે. આમ માત્ર લાકડાના ઉપયોગ કરીને જ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે.
૨૫ વીઘા જમીનમાં ૧૮ હજાર પ્રેક્ષકો બેસીને સાંસ્કૃતિક કાર્યકમ જોઈ શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. સાંસ્કૃતિક કમિટીના ચેરમેન સહિત ૨૦૦ જેટલા સ્વંયસેવકો પણ સેવા આપશે, જેમા ૬૦ જેટલી બહેનોનો સમાવેશ થાય છે. સતત ચાર દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં સંખ્યાબંધ કલાકારોના પણ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જુદા-જુદા દિવસે વિશેષ થીમ આધારિત કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. આ કાર્યક્રમો નિહાળી શકે તે માટે પણ અલાયદી બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY