પોરબંદર દરિયામાં માછીમારોની બોટ અટકી, કોસ્ટ ગાર્ડે છને બચાવ્યા

0
5

પોરબંદર,તા.૨૨
પોરબંદર નજીક અરબી સમુદ્રમાં માછીમારો સાથેની એક બોટ મધ દરિયા અટકતા કોસ્ટગાર્ડે ફસાયેલા છ માછીમારોને હેમખેમ બહાર કાઢયા હતા. રવિવારે કોસ્ટ ગાર્ડની પેટ્રોલિંગ ટીમે આ બોટ જોઈ હતી અને તેમાં રહેલા છ જેટલા લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કરીને પોરબંદર દરિયા કાંઠે પરત લાવવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ‘વિસ્મિતા’ નામની બોટમાં છ જેટલા માછીમારો માછીમારી કરવા નિકળ્યા હતા. પરોબંદરના દરિયાકાંઠેથી ૨૪ નોટિકલ માઈલ પર બોટનું એન્જીન બગડતા તેઓ મધદરિયા ફસાયા હતા. દરમિયાન રૂટિન પેટ્રોલ પર નિકળેલી કોસ્ટ ગાર્ડની ટીમને આ બોટ નજરે પડી હતી. કોસ્ટ ગાર્ડે તમામ છ માછીમારોને બચાવીને તેમને મદદ કરી હતી. કોસ્ટગાર્ડજના જહાજ સી-૪૪૫એ માછીમારોની મદદ કરી હતી અને તેમને સલામત રીતે પોરબંદરના દરિયે ઉતારવામાં આવ્યા હોવાનું કોસ્ટગાર્ડે એક યાદીમાં જણાવ્યું હતું. બોટ તૂટેલી હોવાથી ટેક્નિકલ ટીમે તેને રીપેર પણ કરવામાં મદદ કરી હતી અને તેમાં ભરાયેલું પાણી બહાર ઉલેચીને બોટને અન્ય વેસેલની મદદથી ટો કરીને પોરબંદરના કાંઠે પહોંચાડવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY