ખાંડ નિકાસની ડયુટીમાં ૨૦ ટકાનો ઘટાડો છતાં ફાયદાની શક્યતા નહીંવત્

0
400

દેશમાં ખાંડના વપરાશ કરતા ઉત્પાદન વધુ થતાં ખાંડઉદ્યોગ માટે શરૃ થયેલા કપરા સમયમાં કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ ડયુટીમાં ૨૦ ટકા ઘટાડો જાહેર કર્યો છે. જો કે, ખાંડના નિકાસ ભાવ સાથે વિશ્વ બજારના ખાંડ ભાવ ઓછા હોવાથી ખાંડ ઉદ્યોગ અને શેરડી ઉત્પાદક ખેડૂતોને ફાયદો થવાની શક્યતા નથી. નેશનલ શુગર ફેડરેશન દ્વારા એક્સપોર્ટ ઇન્સેન્ટીવ (નિકાસ રાહત નીતિ)ની માંગણી કરાઇ છે. ખાંડના બજાર ભાવ સતત નીચા જતાખાંડ ઉદ્યોગ માટે કપરો સમય ચાલી રહ્યો છે. નેશનલ શુગર ફેડરેશન દ્વારા ખાંડની નિકાસ ડયુટી ઘટાડવા અને ખાંડ નિકાસમાં સબસીડી જાહેર કરવા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. ખાંડ એક્સપોર્ટ (નિકાસ) ભાવ હાલમાં સરેરાશ દાગીના (૧૦૦ કિલો) દીઠ ૩૮૦ થી ૪૦૦ ડોલર છે. જે હાલમાં દેશના બજાર કરતા ઘણા નીચા છે. જેથી ખાંડ નિકાસમાં ખાંડ ઉદ્યોગને ફાયદો નથી. આજે કેન્દ્ર સરકાર દ્વારા ખાંડ નિકાસ ડયુટીમાં ૨૦ ટકાનો ઘટાડો જાહેર કર્યો છે. પરંતુ સબસીડી (એકસપોર્ટ ઇન્સેન્ટીવ) જાહેર ન કરતા ખાંડ ઉદ્યોગ અને શેરડી ઉત્પાદક ખેડૂતોને ફાયદો થવાની શક્યતા જણાતી નથી. આ વર્ષે વિશ્વમાં ખાંડનું ઉત્પાદન વધુ છે અને અન્ય દેશોની એક્સપોર્ટ પોલીસીની સામે ટકી રહેવા માટે એક્સપોર્ટ ઇન્સેન્ટીવ અંગે નેશનલ શુગર ફેડરેશન અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા રજૂઆત કરી છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય ખાંડઉદ્યોગ સંઘ દ્વારા કેન્દ્ર સરકારમાં ખાંડની નિકાસ અંગે જરૃરી નીતિમાં સબસીડીની માંગ કરી રજૂઆત કરે તો ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે. એક્સપોર્ટ ઇન્સેન્ટીવ જાહેર થાય તો ફાયદો થઇ શકે ભારત દેશમાં ખાંડ નિકાસ માટે વર્ષમાં ૨૦થી ૨૫ લાખ ટન સુધી પોર્ટની ક્ષમતા છે અને જૂન માસ (વરસાદ સિઝન) અગાઉ ખાંડ નિકાસ કરવા માટે અત્યારથી કાર્યવાહી કરવી પડે ત્યારે ૨૦ ટકા ડયુટી ઘટાડયા બાદ એક્સપોર્ટ ઇન્સેન્ટીવ (સબસીડી) જાહેર કરે તો ગુજરાતના ખાંડ ઉદ્યોગને ફાયદો થઇ શકે તેમ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY