પોઝિટીવ આઉટલુક જરૂરી છે.

0
47

અમેરિકામાં હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસ બાદ વૈજ્ઞાનિકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે હેપ્પી અને પોઝિટીવ આઉટલુક હાર્ટ માટે આદર્શ છે.

વૈજ્ઞાનિકોએ લાંબાગાળા સુધી અભ્યાસ કર્યા બાદ કહ્યું છે કે એ ટાઈપની પર્સનાલિટી ધરાવતા લોકો અને સામાન્ય રીતે ક્રોધિત, ડિપ્રેશન રહેતા લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધારે રહે છે. સાઇકોલોજી અભ્યાસના તારણમાં એમ પણ જાણવા મળ્યું છે કે સતત હકારાત્મક વિચારધારા ધરાવનાર વ્યક્તઓમાં હાર્ટ એટેક અથવા તો અન્ય રોગનો ખતરો પ્રમાણમાં ઓછો રહે છે. હવે વધુ એક નવા અભ્યાસમાં પણ આ બાબતની સાબિતી મળી છે. હાર્ટ એટેકના ખતરાને ઘટાડવા માટે હકારાત્મક વિચારધારા અને આશાવાદની સ્થતિ ઉપયોગી છે.

હારવર્લ્ડ સ્કૂલ ઓફ પબ્લક હેલ્થના સંશોધક જુલિયાના જણાવ્યા મુજબ આધુનિક સમયમાં મોટાભાગે તમામ લોકોએ પોઝિટિવ આઉટલુક તરફ ધ્યાન આપવાની જરૂર છે. સ્ટ્રેસના સીધા સંબંધ નકારાત્મક વિચારધારા, ક્રોધ સાથે રહેલા છે. એનાથી હાર્ટ અને ધમનીઓને નુકસાન થવાનો ખતરો રહે છે. મોટાભાગે ખુશખુશાલ રહેનાર લોકોમાં બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને વજન સંતુલિત રહે છે. પૂરતી ઊંઘ પણ આ લોકો માણી શકે છે. ધૂમ્રપાનને ટાળનાર લોકોને વધુ ફાયદો થાય છે. પોઝિટિવ આઉટલૂક અંગે જુદા જુદા અભ્યાસોની ગણતરી પણ કરવામાં આવી હતી જેમાં સાઇકોલોજીકલ અથવા તો મનોવૈજ્ઞાનિક તારણોની નોંધ લેવામાં આવી હતી. ઓછા આશાસ્પદ લોકોની સરખામણીમાં વધુ આશાવાદી લોકોમાં પ્રથમ હાર્ટ એટેકનો ખતરો ઘટીને અડધાથી ઓછો થાય છે. અગાઉના અભ્યાસમાં પણ કહેવામાં આવી ચૂક્યું છે કે નેગેટિવ વિચારધારા સ્ટ્રેસ સાથે પણ સંબંધ ધરાવે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY