પટણા,
તા.૧૦/૩/૨૦૧૮
મત મેળવ્યાં પછી આ લોકો મંદિર મુદ્દો ભૂલી જાય છે
અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વિરોધ કરતાં રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવના પુત્ર અને પૂર્વ મંત્રી તેજપ્રતાપે ચોંકવનારૂ નિવેદન કર્યું છે. તેજપ્રતાપ યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમારના ગૃહ નાલંદામાં એક જનસભા સંબોધતા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગે કહ્યું કે, “જા આગામી સમયમાં બિહારમાં ઇત્નડ્ઢની સરકાર બનશે તો દેશના તમામ ધર્મોના લોકોની સાથે મળીને, બિહારથી એક-એક ઈંટ યુપી લઈ જશું અને ત્યાં રામ મંદિરનું નિર્માણ કરીશું.”
નાલંદા જિલ્લાના મઘડા ગામમાં આયોજિત શીતલાષ્ટમી મેળામાં તેજપ્રતાપ યાદવે રામ મંદિરના નિર્માણનો અને તેના માટે ઈંટ બિહારથી લઈ જવાની વાત કરી હતી. આ પહેલાં તેજપ્રતાપ યાદવે શીતલાષ્ટમી મેળામાં દંગલ હરિફાઈનો શુભારંભ કરાવ્યો હતો. બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપે શંખનાદ અને વાંસળી વગાડીને ભાષણની શરૂઆત કરી હતી.
તેઓએ ઇજીજી અને ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, “આ લોકો વોટ મેળવી લીધા બાદ મંદિરનો મુદ્દો ભૂલી જાય છે. આ વખતે ઇત્નડ્ઢ જા બિહારમાં સત્તા પર આવી તો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.”
તેજપ્રતાપે તમામ ધર્મોના લોકોને સાથે રાખીને બિહારથી એક એક ઈંટ યુપી લઈ જઈશું અને રામ મંદિર બનાવવાની વાત કરી ત્યારે જ બિહાર અને દેશમાંથી ભાજપ અને ઇજીજીનો ખાત્મો થશે તેમ જણાવ્યું. આ ઉપરાંત તેજપ્રતાપે કહ્યું કે, “૨૦૧૯ની ચૂંટણીમાં ઇત્નડ્ઢ કિંગમેકરના રૂપમાં સામે આવશે.”
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"