વડોદરામાં આજે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્‌સ બેંકનું ઉદ્ધાટન થશે

0
8


વડોદરા,તા.૩૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પહેલી સપ્ટેમ્બરે દિલ્હી ખાતે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્‌સ બેંકનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ દેશભરમાં ૬૫૦ બ્રાંચમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્‌સ બેંક શરૂ થઇ જશે. વડોદરા શહેરમાં પણ આવતીકાલે સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્‌સ બેંકનું ઉદ્ઘાટન થશે. જેને લઇને આજે વડોદરા પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
વડોદરા શહેરની રાવપરા ખાતે આવેલી પોસ્ટ વિભાગની હેડ ઓફિસથી રેલી નીકળી હતી હતી અને ગાંધીનગર ગૃહ ખાતે રેલી પૂર્ણ થઇ હતી. આ રેલીપોસ્ટ માસ્તર વડોદરા રિજીયનના માર્ગદર્શન હેઠળ જે.એમ.ખડાયતા, અધિક્ષક પૂર્વ મંડલ, વડોદરાની આગેવાનીમાં યોજાઇ હતી. આ રેલીમાં ગરબા થીમથી પણ પ્રચાર કરવામાં આવ્યો હતો.
વડોદરા ખાતે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્‌સ બેંક ઉદ્ઘાટન આવતીકાલે પહેલી સપ્ટેમ્બરે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાય નગરગૃહ, આજવા રોડ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મેયર જીગીષાબેન શેઠ સહિતના મહાનુભાવો હજર રહેશે.
(જી.એન.એસ)

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY