અમદાવાદ,તા.૨૭
શહેરના અસારવા વિસ્તારમાં રહેતી એક યુવતીનું તેના જ પ્રેમી દ્વારા અપહરણ કરી સતત ૧પ દિવસ સુધી એક મકાનમાં ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. ગઈકાલે રાતે મોકો મળતાં યુવતી ભાગવામાં સફળ રહી હતી અને આરોપી પ્રેમીની કાળી કરતૂતોનો પર્દાફાશ થયો હતો. આ સમગ્ર બનાવ અંગે શહેરકોટડા પોલીસે આરોપી પ્રેમી સામે ગુનો નોંધી તેની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અસારવા વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીને બે વર્ષ અગાઉ બનવારી કઠેરિયા (રહે. બંસીની ચાલી, નરોડા રોડ) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તા.૧૦ જૂનના રોજ યુવતી શાકભાજી લેવા નીકળી ત્યારે બનવારી તેની પાસે આવ્યો હતો અને સાથે આવવા માટે જણાવ્યું હતું. યુવતીએ ના પાડતાં બનવારી જબરદસ્તીથી તેનો હાથ પકડી એક રિક્ષામાં બેસાડી લાલદરવાજા લઈ ગયો હતો. ત્યાંથી તેને કપડાં અપાવી વિજય મિલમાં આવેલા ઔડાના મકાનમાં લઈ ગયો હતો. બનવારીએ સાનિયા સાથે શરીરસુખ માણવાનો પ્રયાસ કરતાં યુવતીએ ઇન્કાર કર્યો હતો, જેથી ભાન ભૂલેલા પ્રેમીએ દંડા વડે તેણીને માર માર્યો હતો અને બળજબરીપૂર્વક તેની સાથે પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. સતત પંદર દિવસ આ રીતે મારઝૂડ કરી તેની પર આરોપી પ્રેમી બળાત્કાર ગુજારતો રહ્યો હતો. બનવારી બહાર જતો ત્યારે બહારથી દરવાજાને લોક મારી જતો રહેતો હતો. ગઈકાલે રાતના નવેક વાગ્યાની આસપાસ બનવારી મારઝૂડ કરી ઉતાવળમાં ઘરનો દરવાજો બંધ કર્યા વગર જતો રહેતાં યુવતી ભાગી છૂટવામાં સફળ થઇ ગઇ હતી અને સીધી પોતાની ત્યાં પહોંચી હતા. તેણીએ તેની માતાને સમગ્ર હકીકત જણાવતાં તેઓ તાત્કાલિક શહેરકોટડા પોલીસ સ્ટેશન લઈ ગયાં હતાં. પોલીસે યુવતીને શરીરના ભાગે ઈજાઓ થયેલી હોવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. બીજીબાજુ, પોલીસે આરોપી બનવારી વિરુદ્ધ અપહરણ, મારામારી અને બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


