અમદાવાદ,તા.૭
અ.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત સોમવારથી નાગરિકો પાસેથી ડોર ટુ ડોર હેઠળ માત્ર સૂકો અને ભીનો કચરો લેવાતો હોઇ તંત્રના આ નવતર અભિયાનને એક તરફ જાગૃત નાગરિકોએ આવકાર્યું છે તો બીજી તરફ અમુક વિસ્તારમાં કચરાને અલગ પાડીને આપવા માટે ડસ્ટબિનની માગણી ઊઠી છે, પરંતુ નાગરિકોને છેલ્લાં ચાર વર્ષમાં રૂ.૧૪ કરોડથી વધુની કિંમતનાં ડસ્ટબિનનું વિતરણ કરાયું હોવાનું સત્તાધીશોના સત્તાવાર આંકડાથી જાણવા મળ્યું છે.
શહેરમાં સંસદસભ્ય, ધારાસભ્ય અને કોર્પોરેટરના સ્વબજેટના નાણાં તેમજ કોર્પોરેશનના જનરલ બજેટથી નાગરિકોને વિવિધ ક્ષમતાના ડસ્ટબિન ફાળવાઇ રહ્યાં છે. કેટલાક વિસ્તારમાં આજે પણ ડસ્ટબિન ફાળવવાની માગણી ઊઠતી હોઇ શાસકોએ હવે પછી તંત્ર ડસ્ટબિન ફાળવશે નહીં તેવી જાહેરાત પણ કરી છે.
જાકે તંત્રના ડસ્ટબિન ફાળવણીના આંકડા ભારે ચોંકાવનારા છે. ફક્ત વર્ષ ર૦૧પ-૧૬થી ચાલુ વર્ષના ગત તા.પ ડિસેમ્બર, ર૦૧૮ સુધીમાં કુલ રૂ.૧૪.૦૧ કરોડના ડસ્ટબિનનું વિતરણ કરાયું છે, જેમાં વર્ષદીઠ ડસ્ટબિન પાછળ કરાયેલા ખર્ચના આંકડા તપાસતાં ગત વર્ષ ર૦૧પ-૧૬માં રૂ.૪.૦૬ કરોડ, ગત વર્ષ ર૦૧૬-૧૭માં રૂ.૪.૩૬ કરોડ ગત વર્ષ ર૦૧૭-૧૮માં રૂ.૩.૧૮ કરોડ અને ચાલુ વર્ષ ર૦૧૮-૧૯માં રૂ.ર.૪૦ કરોડ ડસ્ટબિન માટે ખર્ચાયા છે.
આ અંગે વધુ માહિતી આપતાં મેયર બીજલબહેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ અને મ્યુનિસિપલ ભાજપના નેતા અમિત શાહ વધુમાં કહે છે અત્યારે જે ડસ્ટબિનના ઓર્ડર મંજૂરીની પ્રક્રિયામાં છે તેને ખરીદીને નાગરિકોમાં વહેંચાશે, પરંતુ નવા ડસ્ટબિનનો ઓર્ડર અપાશે નહીં. લોકોએ સ્વખર્ચે ડસ્ટબિન લેવા પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



