પીએસઆઈએ ફાયરિંગ કર્યાના મેસેજથી પોલીસ બેડામાં દોડધામ મચી

0
10

જામનગર,તા.૨૦
જામનગરમાં દશેરાના દિવસે ખોજા નાકા વિસ્તારમાં આવેલ એક હોટેલ નજીક વડોદરામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ મોડી રાત્રે ફાયરીંગ કર્યાના મેસેજ ફરતા તથા દોડધામ મચી જવા પામી હતી. વહેલી સવાર સુધી પોલીસ આ બનાવ અંગે તપાસ કરતી રહી પરંતુ સવાર સુધી ફાયરીંગની ઘટના અંગે મગનું નામ મરી ન પાડતા આશ્ચર્ય સર્જાયું છે.
જામનગરમાં ગંભીર ગુન્હાઓનું પ્રમાણ વધતા પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગ સઘન બનાવાયું છે. રાત્રે ૧૧ વાગ્યે પોલીસ દ્વારા ત્રણેય ડિવિઝન વિસ્તારની બજારો બંધ કરાવવામાં આવે છે. જેને લઇને પોલીસની કામગીરી સામે શહેરની આમ જનતામાં થોડો રોષ ફેલાયો છે. પોલીસના કહેવાતા રાત્રી પેટ્રોલીંગ વચ્ચે વાસ્તવિકતાએ એ છે કે છેલ્લા એક સપ્તાહમાં ગંભીર ગુન્હાઓનું પ્રમાણ રાત્રી દરમિયાન જ વÎયુ છે. ત્યારે રાત્રે વધુ એક બાબતને લઇને પોલીસ ચર્ચાના કેન્દ્રમાં રહી.
રાત્રે ૧૧ વાગ્યાના સુમારે ખોજા નાકા વિસ્તારમાં આવેલ તવા રેસ્ટોરન્ટ આસપાસ ફાયરીંગ થયુ હોવાના મેસેજ મળતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને લઇને ડીવાયએસપી સૈયદ, એલસીબીનો સ્ટાફ તેમજ સીટી એ ડિવિઝન પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ઘટનાને લઇને જિલ્લા પોલીસ વડાએ મોડી રાત્રે જણાવ્યા અનુસાર કોઇ બરોડા ખાતે ફરજ બજાવતા પીએસઆઇ દ્વારા ફાયરીંગ થયાના મેસેજ મળ્યા હતા. જેને લઇને તેઓ દ્વારા પોલીસને તપાસ અર્થે મોકલવામાં આવી હતી. પરંતુ ઘટના સ્થળે પોલીસ દ્વારા ફાયરીંગને લઇને કંઇ કહેવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ રાત્રે બે વાગ્યા સુધી પોલીસ કંટ્રોલમાં ફાયરીંગની ઘટનાને લઇને કોઇ જાણકારી જ ન હતી. વહેલી સવારે કંટ્રોલ દ્વારા ફાયરીંગની આ ઘટના અફવા હોવાનું જણાવ્યું હતું. તો પછી રાત્રે તે જગ્યાએ તે શું બન્યું હતું જેના કારણે વડોદરામાં ફરજ બજાવતાપીએસઆઇ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું તેવા મેસેજ ફરતા થયા. કોઈ તો એવી ઘટના બની હોવી જાઈએ જેથી આટલો મોટો હંગામો મચી ગયો. ખરેખર શું બન્યું હતું તે પોલીસ તપાસનો વિષય બન્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY