કિરણ બેદી જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરની બહેન લાગે છે

0
5

પુડ્ડુચેરી,તા.૨૦
પુડ્ડુચેરીના મુખ્યપ્રધાન વી નારાયણસ્વામીએ ઉપરાજ્યપાલ કિરણ બેદીના કામની અલોચના કરતા કહ્યું કે, તે જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરની બહેન લાગે છે.
પુડ્ડુચેરીના મુખ્યપ્રધાન વી નારાયણસામીએ ઉપરાજ્યપાલ કિરણ બેદીની કામગીરીના રીતની ટીકા કરતા કહ્યું કે, તેઓ જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરની ‘બહેન લાગે છે’ અને જ્યારે પણ તેઓ કેબિનેટના નિર્ણયોને નકારે છે ત્યારે તેમનું લોહી ઉકળે છે.
કિરણ બેદી પુડ્ડુચેરીના રાજ્યપાલ બન્યા બાદ તેમની કાર્પયપદ્વતિ પર સવાલ ઉઠાવનારા નારાયણસામીએ આરોપ લગાવ્યો હતો કે, તેઓ ચૂંટાયેલી સરકારના નિર્ણયોને નકારી સરકારની કામગીરીમાં ‘દખલ’ કરી રહ્યા છે.
નારાયણસ્વામીએ પાર્ટી કાર્યાલયમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરાગાંધીની જ્યંતી પર સત્તારુઢ કોંગ્રેસના કાર્યકર્તાઓને કહ્યુ કે, તે એક તાનાશાહીની જેમ કામ કરી રહી છે. અને જર્મન એડોલ્ફ હિટલરની બહેન લાગે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY