અમદાવાદમાં છઠ પૂજા મહાઉત્સવમાં બિહારી પરિવારોના ઉમંગ-ઉલ્લાસમાં સહભાગી થતા મુખ્યમંત્રી

0
25

સાબરમતી નદીના તટે રૂ. ૧૧ કરોડના ખર્ચે નવનિર્મિત છઠ પૂજા ઘાટનો લોકાર્પણ

બિહારના નાયબ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં સાબરમતી નદીના તટે બિહારી પરિવારોના છઠ પૂજા ઉત્સવમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતના સમાજજીવન અને ભૂમિની ખાસિયત છે કે સૌ સમાજ વર્ગો અને પ્રદેશોના પરિવારોના તહેવારો પણ ઉમંગ-ઉત્સાહથી સાથે મળીને સામાજિક સમરસતાથી ઉજવાય છે.

 

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને જ્ઞાતિ-જાતિ-ભાષા-પ્રાંતથી ઉપર ઉઠીને આવા ત્યૌહાર પર્વોની ઉમંગ ઉજવણી સાકાર કરે છે. મુખ્યમંત્રીએ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઇન્દિરા બ્રિજ પાસે સાબરમતી નદીના તટે રૂ. ૧૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૩૦૦ મીટરના છઠ પૂજા ઘાટનો લોકાર્પણ કર્યો હતો. બિહારી પરિવારો સાથે આ બંને મહાનુભાવો સૂર્યનારાયણની સંધ્યા આરતીમાં પણ ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતાં.વિજય રૂપાણીએ છઠ પૂજાના આ ઉત્સવને પ્રકૃતિ-પર્યાવરણ-સંસ્કૃતિનો સમન્વય સાધતો તહેવાર ગણાવતા કહ્યું કે ઢળતા સૂર્યની પૂજા-અર્ચનાનું આ પર્વ અનેરૂ પર્વ છે.તેમણે બિહાર અને ગુજરાત વચ્ચેના સંબંધોની વિશદ ભૂમિકા આપતા ઉમેર્યું કે ગુજરાતે મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, મોરારજીભાઈ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા રાષ્ટ્રભક્તિ સભર સપૂતોથી દિશાદર્શન આપેલું છે. બિહારે લોકનાયક જયપ્રકાશ નારાયણજી તથા પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ જેવા વિશિષ્ટ વ્યક્તિઓનું માર્ગદર્શન આપેલું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY