૭૨-જસદણ પેટા ચૂંટણીના દિવસે મતદાન માટે મત વિસ્તારમાં જાહેર રજા રહેશે

0
10

મત વિભાગ બહારની કચેરીઓના કર્મચારીઓને મતદાન માટે મંજૂરી આપવાની રહેશે

૭૨-જસદણ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી આગામી તા.૨૦ ડિસેમ્બર ૨૦૧૮, ગુરૂવારના રોજ યોજાનાર છે. આ વિસ્તારના મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે આ મતવિભાગ/વિસ્તાર માટે રજા જાહેર કરવામાં આવી છે.
આ ઉપરાંત જે મતવિભાગમાં ચૂંટણી યોજાવાની છે તેમાં રહેતા અને મત આપવાનો અધિકાર ધરાવતા કેટલાક મતદારોની કચેરીઓ કે કામ કરવાની જગ્યા તેમના મતવિભાગના વિસ્તારની બહાર આવેલી હોય છે તેમને જાહેર રજા લાગુ પડશે નહીં. આ મતદારો પણ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જે સરકારી/પંચાયત/સ્થાનિક સત્તા મંડળના કર્મચારીઓની કચેરીઓ કે પોતાની કામ કરવાની જગ્યા મતવિભાગના વિસ્તાર બહાર આવી હોય તો તેવા કર્મચારીઓ લેખિત માંગણી કરે તો જાહેર હિતને બાધ ન આવે તે બાબત લક્ષમાં રાખીને આવા કર્મચારીઓને કચેરીમાં મોડા આવવા અથવા વહેલી કચેરી છોડી જવા પરવાનગી આપવી અથવા આવા કર્મચારીઓને અડધા દિવસની ખાસ પરચૂરણ રજા મંજૂર કરવાની રહેશે તેમ સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવની યાદીમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY