પૂણે,તા.૯
શુક્રવારે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એમસીએ) સ્ટેડિયમ ખાતે ત્રીજી અને છેલ્લી ટી ૨૦ મેચ માટે ભારત અને શ્રીલંકાની ક્રિકેટ ટીમો સામ-સામે હશે. ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ મેચ વરસાદ અને ભીની પીચને કારણે રદ્દ કરવામાં આવી હતી, જ્યારે ઈન્દોરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે શ્રેણીમાં ૧-૦થી લીડ મેળવી એક તરફી જીત મેળવી હતી.
ઈન્ડિયન ટીમ આ મેચ જીતીને વર્ષની પ્રથમ શ્રેણી પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે, જ્યારે બીજી તરફ શ્રીલંકા ૧-૧થી બરાબરી કરવા મેદાનમાં ઉતરશે.
પાંડેએ હાલની સિરીઝ સહિત છેલ્લી ત્રણ સિરીઝમાં માત્ર એક મેચ રમી છે. તો નવેમ્બરમાં બાંગ્લાદેશ સિરીઝમાં વાપસી કરનાર સેમસનને હજુ એકપણ મેચ રમવાની તક મળી નથી. ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી૨૦ વિશ્વકપને જોતા ભારતીય ટીમ સંયોજનમાં પ્રયોગ કરતી આવી રહી છે પરંતુ આ ખેલાડીઓની પરીક્ષા લેવાની બાકી છે. તો બીજીતરફ સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈની માટે પ્રભાવ છોડવાની તક છે અને તેણે છેલ્લી મેચમાં મળીને પાંચ વિકેટ ઝડપી બધાને પ્રભાવિત કર્યાં હતા.
પરંતુ તે વાતનો ઇનકાર ન કરી શકાય કે ટીમ મેનેજમેન્ટ સિરીઝ જીતવાના ઈરાદાથી અંતિમ ઇલેવનની પસંદગી કરશે. તમામની નજર શિખર ધવન પર પણ રહેશે જે લોકેશ રાહુલની સાથે બીજા ઓપનિંગ બેટ્સમેનના સ્થાનની રેસમાં છે. પરંતુ આ સમયે રાહલુ ઓસ્ટ્રેલિયામાં રોહિત શર્માના જોડીદારના રૂપમાં તેનાથી આગળ દેખાઈ રહ્યો છે. જસપ્રીત બુમરાહે પોતાની વાપસી મેચમાં સારૂ ન કરી શક્યો પરંતુ તે અંતિમ મેચમાં શાનદાર પ્રદર્શન કરવા ઈચ્છશે.
શ્રીલંકાની ટીમે જો ભારતીય ટીમને પડકાર આપવો પડશે તો તેણે ઘણું કામ કરવું પડશે. બેટ્સમેનોએ સારી શરૂઆત મેળવ્યા બાદ મોટી ઈનિંગ રમવી પડશે. ઓલરાઉન્ડર ઉડાના ઈજાગ્રસ્ત થવાથી પણ ટીમને ઝટકો લાગ્યો છે, જે ઈન્દોરમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેના મુખ્ય બોલરે ઈન્દોરમાં બોલિંગ ન કરી. શ્રીલંકાની ટીમ બેટિંગ વિભાગમાં અનુભવનો ફાયદો ઉઠાવી શકે છે. ૧૬ મહિના બાદ ટી૨૦માં વાપસી કરનાર એન્જેલા મેથ્યુઝને પણ અંતિમ ઇલેવનમાં તક મળી નથી. પરંતુ શુક્રવારે તેને તક મળી શકે છે.
ટીમ આ પ્રકારે છેઃ
ભારતઃ વિરાટ કોહલી, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, સંજૂ સેમસન, રિષભ પંત, શિવમ દુબે, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની અને વોશિંગટન સુંદર.
શ્રીલંકાઃ લસિથ મલિંગા, ધનુષ્કા ગુણતિલકા, અવિષ્કા ફર્નાન્ડો, એન્જેલો મેથ્યુઝ, દાસુન શનાકા, કુસલ પરેરા, નિરોશન ડિકવેલા, ધનંજય ડિ સિલ્વા, ઇસુરુ ઉડાના, ભાનુકા રાજપક્ષે, ઓશદા ફર્નાન્ડો, વાનિન્દુ હસરન્ગા, લાહિરુ કુમારા, કુસલ મેન્ડિસ, લક્ષણ સન્દાકન અને કસુન રજીતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


