રાધનપુરમાં ભાજપાની ચાલુ સભામાં અલ્પેશ ઠાકોરનો ઉંઘતો ફોટો વાયરલ

0
8

રાધનપુર,તા.૧૪
રાધનપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો વાયરલ થયો છે. રાધનપુર મતવિસ્તારના ગોખાંતર ગામે ભાજપની સભા ચાલી રહી છે. આ સભામાં અલ્પેશ ઠાકોરનો ઉંઘતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સોશિયલ મીડિયામાં અલ્પેશનો ઊંઘતો ફોટો વાયરલ થતા કોમેન્ટોનો દોર શરૂ થયો હતો. સોશિયલ મીડિયામાં એક યૂઝરે તો અલ્પેશને ચા પીવડાવવા માટે જણાવ્યું હતું. આ સિવાય અન્ય યૂઝર્સે અલ્પેશના ફોટાને લઇને અલગ અલગ કોમેન્ટો શરૂ કરી હતી. હાલ અલ્પેશના ફોટા વાયરલ થવાથી અલ્પેશ લોકોમાં હાસ્યનો વિષય બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં રાજકારણ ગરમાયેલું છે. અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાના લોકો કોંગ્રેસમાં જોડાયા છે. એટલુ જ નહીં ઠાકોર સમાજે કોંગ્રેસ ઉમેદવાર રઘુભાઈ દેસાઈને ચૂંટણીમાં પોતાનો ટેકો જાહેર કર્યો છે. તો અપક્ષ ઉમેદવાર ભારમલ ચૌધરીએ પણ કોંગ્રેસને ટેકો જાહેર કરી દેતા અલ્પેશ ઠાકોર માટે ‘ઓલ વર્સિસ સિંગલ’ની સ્થિતિ ઉભી થઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY