રાફેલ ડીલથી દેશને મોટી તાકાત મળશે : એરફોર્સ વાઈસ ચીફ એર માર્શલ

0
10

ન્યુ દિલ્હી,તા.૫
એકબાજુ સુપ્રીમ કોર્ટે ‘રાફેલ ડીલ પર પ્રતિબંધ’ની માંગણીની અરજી પર સુનવણી માટે હામી ભરી દીધી છે, ત્યાં ભારતીય વાયુસેનાએ આ ડીલને અભૂતપૂર્વ ગણાવી છે. રાફેલ એક શાનદાર એરક્રાફ્ટ છે, જે ભારતને મુકાબલો કરવાની અભૂતપૂર્વ ક્ષમતા પ્રદાન કરશે. આવું ભારતીય સેનાનું કહેવું છે. એરફોર્સના વાઇસ ચીફ એર માર્શલ એસબી દેવે બુધવારના રોજ એમ પણ કહ્યું કે આ ડીલની આલોચના કરનારાઓને તેના માપદંડ અને ખરીદ પ્રક્રિયાને સમજવી જાઇએ. આપને જણાવી દઇએ કે ૫૮૦૦૦ કરોડ રૂપિયાની આ ડીલને લઇ સરકાર વિપક્ષના નિશાન પર છે.
એર માર્શલે કહ્યું કે આ ખૂબ જ સુંદર એરક્રાફ્ટ છેપઆ ખૂબ જ ક્ષમતાવાન છે અને અમે તેને ઉડાડવાની રાહ જાઇએ છીએ. તેમણે એક કાર્યક્રમમાં આ ડીલને લઇ થયેલા વિવાદ અંગે પ્રશ્ન પૂછવા પર આ વાત કહી. તેમણે કહ્યું કે રાફેલ જેટ્‌સ ભારતથી મુકાબલો કરવાની ક્ષમતામાં અભૂતપૂર્વ લાભ થશે. ભારતે બંને દેશોની સરકારોની વચ્ચે આ ડીલ પર સપ્ટેમ્બર ૨૦૧૬માં મ્હોર મારી હતી. ભારત ૫૮૦૦૦ કરોડ રૂપિયામાં ૩૬ રાફેલ ફાઇટલ જેટ ખરીદવાની તૈયારી કરી રહ્યાં છે.
આ એરક્રાફ્ટની ડિલિવરી સપ્ટેમ્બર ૨૦૧૯થી જ શરૂ થવાની છે. વિપક્ષી પાર્ટી આ ડીલને લઇ કેટલાંય પ્રશ્નો ઉભી કરી ચૂકયું છે, ત્યાં સરકારને વિપક્ષના તમામ આરોપોને નિરાધાર ગણાવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY