ન્યુ દિલ્હી,તા.૫
રાફેલ ડીલ મુદ્દો રાજકિય વિવાદો સાથે ન્યાયિક જંગ પણ બની રહ્યો છે. ચારેય બાજુથી આ મુદ્દે ઘેરાયા બાદ મોદી સરકારે તે વાતનો સંકેત આપ્યો છે કે આ મુદ્દે દરેક બાબતના રહસ્ય પરથી પડદો ઉઠાવવામાં આવશે. આ વિશે વાયુ સેનાના એક સિનિયર અધિકારી રાફેલ વિમાનની જાણકારી દરેક સામે રાખશે.
સરકાર તરફથી મળેલા સંકેત બાદ તેવી આશા સેવાઇ રહી છે કે આ પછી આ વિવાદનો અંત આવશે. જા કે તે તેના પર નિર્ભર છે કે, વાયુસેનાના અધિકારી વિપક્ષોની આશાઓને અનુરૂપ તથ્યો સામે રાખશે કે નહી.
૧૨ સપ્ટેમ્બરે એક સેમિનારનું આયોજન થવાનું છે. જેની થીમ ૨૦૩૫ સુધીનું વાયુ સેનાનું માળખુ તેમ છે. જેમાં રાફેલ ડીલ સાથે સંકળાયેલા અધિકારીઓ આવશે. જાણવા મળી રહ્યું છે કે, તેઓ ફ્રાંસ સાથે સપ્ટેમ્બર ૨૦૧૬માં થયેલી ડીલની દરેક બાબતો સાથે જાડાયેલા સવાલનો જવાબ આપી શકે છે.
આ મામલે તેમ પણ જાણવા મળ્યું છે કે, આ ડીલની પારદર્શિતા સાબિત કરવા માટે મોદી સરકાર એક મોટું પગલું ભરતા વાયુ સેનાના એક સિનિયર અધિકારીને ફ્રાંસીસી કંપની દસોલ્ટ એવિએશન સાથે કરાર પર ચર્ચા કરતા સમુહના પ્રમુખ બનાવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


