ઈન્દોર,તા.૫
કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રક્ષા માટે ઈન્દોરના કાર્યકર્તા પોતાનું મકાન-દુકાન સુધી વેચવા માટે તૈયાર છે. આમાં તેઓ રાહુલ ગાંધી માટે મોર્ડન પ્લેન ખરીદવા ઈચ્છે છે, જેથી યાત્રા દરમિયાન તેઓ સુરક્ષિત રહી શકે. તે માટે પાંચ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોતાના ઘર અને દુકાન વેચવા માટે દૈનિક છાપાઓમાં કાયદેસર જાહેરાત પણ આપી છે.
રાહુલ ગાંધીની સુરક્ષાની ચિંતા ઈન્દોરના કોંગ્રેસના કાર્યકર્તાને કંઈક એવી રીતે હેરાન કરી રહી છે કે તેઓ પોતાના નેતા માટે આધુનિક વિમાન ખરીદવા માંગે છે. પ્લેન માટે પૈસા ભેગા કરવા માટે પોતાની જમીન, મકાન અને દુકાન સુધી વેચવા માટે તૈયાર છે, તેઓ પોતાની પોપર્ટીના દસ્તાવેજ સાથે લઈને જ ફરે છે. કોંગ્રેસના લેટર હેડ પર જાહેરાત જાહેરાતનું લે આઉટ તૈયાર છે.
કોંગ્રેસ નેતાઓનો સીધો અને સરળ પ્રશ્ન છે કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ત્રણ અત્યાધુનિક વિમાન અને બીએસએફના હેલિકોપ્ટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, તો વિપક્ષના નેતાઓ માટે સુરક્ષિત વિમાન હોવું જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



