ન્યુ દિલ્હી,તા.૫
હિંદુઓ દ્વારા બીજા લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરવાનો નવો સિલસિલો શરૂ થયો છે ત્યારે ધર્મ બદલીને બીજા લગ્ન કરતા હિંદુઓને રોકવા કડક પગલાં લેવા જાઈએ તેવો મત કાયદા પંચે વ્યક્ત કર્યો હતો. કાયદા પંચે આ માટે નવો કડક કાયદો ઘડવાની ભલામણ કરી છે. કાયદા પંચના ઐતિહાસિક ડેટા એવું દર્શાવે છે કે અનેક હિંદુઓ દ્વારા બીજા લગ્ન કરવા માટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે આથી તેને બીજા લગ્ન કરતા રોકી શકાય નહીં પણ આ સિસ્ટમ ખોટી અને ગેરકાયદેસરની છે.
કાયદા પંચે આ સંદર્ભમાં અનેક રિપોર્ટસ તેમજ સુપ્રીમકોર્ટનાં આદેશોને ટાંક્્યા હતા. પંચે કહ્યું હતું કે આ અંગે કાયદો અમલમાં છે પણ કોઈ તેનું કડકપણે પાલન કરતું નથી. આઈપીસીની કલમ ૪૯૪ની જાગવાઈ અનુસાર કોઈપણ વ્યક્તિ તેની પત્ની કે પતિ જીવિત હોય ત્યારે બીજા લગ્ન કરી શકતો નથી. જા તે બીજા લગ્ન કરે તો તેને ૭ વર્ષની કેદની સજા થઈ શકે છે.
બીજી પત્ની કે પતિને પહેલાં લગ્નની જાણ કર્યા વિના બીજા લગ્ન કરાયા હોય તો તેવા કિસ્સામાં કલમ ૪૯૫ હેઠળ ૧૦ વર્ષની સજા અને દંડની જાગવાઈ છે. હકીકતો એવું દર્શાવે છે કે હિંદુઓમાં પાર્ટનર જીવિત હોવા છતાં લોકો ધર્મ પરિવર્તન કરીને બીજા લગ્ન કરવા લાગ્યા છે. અનેક લોકોએ બીજા લગ્ન કરવા માટે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાનું જણાયું હતું. ૧૯૯૪માં સરલા મુદગલ ર્વિસસ ભારત સરકારનાં કેસમાં આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો.
કાયદા પંચે કહ્યું કે, દેશમાં સ્પષ્ટ કાયદો અમલમાં છે કે ધમાંર્તરણ કર્યા પછી પણ બીજા લગ્ન માન્ય ઠરતા નથી. જા પતિ કે પત્નીમાંથી એકે લગ્ન કરવા ધમાંર્તરણ કર્યું હોય પણ બીજી વ્યક્તિએ ધર્મ પરિવર્તન કર્યું ન હોય તો તેવા લગ્ન કાયદેસર રીતે માન્ય નથી. બંને લોકો જે ધર્મમાં લગ્ન કર્યા હોય તેનું ચુસ્તપણે પાલન કરે તો જ આવા લગ્ન માન્ય ઠરશે તેમ પંચે કહ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



