નવી દિલ્હી,તા. ૮
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે પોતાના ત્રણ દિવસીય કાર્યક્રમ માટે દેશભરના આશરે ૩૦૦૦ લોકોને આમંત્રણ આપ્યા છે. આ લોકોમાં તમામ રાજકીય વિચારધારાની સાથે જાડાયેલા લોકો સામેલ છે. જુદા જુદા સામાજિક અને ધાર્મિક ગ્રુપોના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. લઘુમતિ સમુદાયના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. ૧૭મી સપ્ટેમ્બરથી ૧૯મી સપ્ટેમ્બર દરમિયાન આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સંઘના વડા મોહન ભાગવત આ તમામ લોકો સાથે વાતચીત કરશે. સંઘના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આમંત્રિત લોકોમાં ક્ષેત્રીય પક્ષોના રાજકીય નેતાઓ અને અન્યોનો પણ સમાવેશ થાય છે. જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ છેતેમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, બસપના નેતા માયાવતી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનો સમાવેશ થાય છે. સુત્રોએ કહ્યુ છે કે ભળિષ્ય કા ભારત સંઘ કી દ્રષ્ટિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી, પાર્ટીના લોકસભામાં નેતા મલ્લિકાઅર્જુન ખડગેનો સમાવેશ થાય છે. એટલુ જ નહી અખિલેશ યાદવ અને મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે.ચન્દ્રબાબુ નાયડુને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં દરરોજ ૮૦૦થી ૧૦૦૦ લોકોની હાજરી રહેશે. આમંત્રણ મોકલતા પહેલા એવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે પહેલા કોઇને કોઇ કાર્યક્રમમાં સામેલ રહી ચુક્યા છે. પોતાની વિચારધારાથી તમામને પરિચિત કરવાના હેતુથી આ કાર્યક્રમનુ આયોજન કરવામાંઆવ્યુ છે. વિજ્ઞાન ભવનમાં આયોજિત થનાર કાર્યક્રમનને લઈને સંઘ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક સિનિયર લીડરે કહ્યું છે કે અમે અલગ અલગ ધર્મના લોકોને બોલાવવા જઈ રહ્યા છીએ. અમે કોઈને પણ અલગ રીતે રાખવા ઈચ્છુક નથી. આ લેકચર્સ મારફતે સંઘને લઈને તમામ જુદા જુદા સમુદાયમાં ફેલાયેલી ખોટી ભાવનાઓને દુર કરવામાં આવશે. કાર્યક્રમની તૈયારીમાં રહેલા સૂત્રોએ કહ્યું છે કે ભાગવત આ આયોજનમાં હિન્દુત્વ, સંઘના કામકાજ અને સમકાલીન મુદ્દાઓ પર પોતાનું વલણ રજુ કરશે. સંઘના એક વરિષ્ઠ નેતાએ માહિતી આપતા કહ્યું છે કે સંઘ પ્રમુખ પોતાના ભાષણમાં એવા વિષયને રજુ કરશે કે હિન્દુત્વ આ દેશને કરી રાખી શકાય છે. રાષ્ટ્રવાદ, મહિલા સશક્તિકરણ, જાતિ, જમ્મુ-કાશ્મીર અને નેશનલ રજીસ્ટ્રાર્ડ ઓફ સિટીઝન જેવા મુદ્દાઓ ઉપર પોતાના વલણને સ્પષ્ટ કરશે. થોડાક દિવસ પહેલા જ સંઘના એક કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ પહોંચ્યા હતા. જેને લઈને કોંગ્રેસની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


