વરસાદની ઈફેક્ટ..!,રાજ્યમાં લસણ પકવતા ખેડૂતોની હાલત કફોડી બની

0
11

ગાંધીનગર,તા.૨૭
રાજ્યમાં ચાલુ વર્ષે લસણ અને ડુંગળી પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ સતત વધી રહ્યાં છે, તો બીજી તરફ લસણના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં એકાએક લસણના ભાવ ગગડવા પાછળ ઘણા કારણો જવાબદાર છે.ચાલુ વર્ષે વરસાદની અછત રહી. ત્યારે ખેડૂતોએ બિયારણ માટે સંગ્રહ કરાયેલુ લસણ વેચવા માટે કાઢ્યુ હતું. બીજી તરફ દેશભરમાં લસણની નિકાસનો બજારમાં અભાવ છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં લસણનું મબલક ઉત્પાદન થયું છે. જાકે મધ્ય પ્રદેશ સરકારે ૬૪૦ રૂપિયા મણના ભાવે ભાવાંતર યોજના હેઠળ લસણની ખરીદી કરી ખેડૂતોને રાહત આપી છે. પણ ગુજરાત સરકારે આ અંગે હજુ સુધી કોઈ વિચારણા કરી નથી.
વિશ્વભરમાં ચીનના લસણની બોલબાલા છે. જે ભારત કરતા સસ્તુ પણ છે અને ડિમાન્ડ છે. મધ્યપ્રદેશમાં પણ મબલક લસણ ઉત્પાદનથી ત્યાંનુ લસણ ચાર રૂપિયે કિલો ગુજરાતમાં ઠલવાય છે. અને હજુ ગુજરાતમાં ખેડૂતો પાસે લસણનો સ્ટોક છે. તેથી ભાવ ગગડી રહ્યાં છે.
સમગ્ર દેશમાં લસણનું ૧૭ લાખ ટન ઉત્પાદન થયું છે. ખેડૂતોએ વાવેતર માટે સંગ્રહ કરેલા લસણનું પણ પાણીના અભાવે વેચાણ શરુ થઈ ગયું છે. લસણની મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એક લાખ ગુણીની આવક થઈ છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૨૫-૩૦ લાખ ગૂણીનો સ્ટોક હજુ પડ્યો હોવાનો અંદાજ છે. એક મણ લસણની પડતર ખેડૂતને મણ દિઠ રૂ. ૪૦૦-૪૫૦ આસપાસ થતી હોય છે. તેનાથી નીચા ભાવે વેચાણ થાય તો ખેડૂત ખોટ જ કરતો હોય છે.
લસણની એપ્રિલ અને મે મહિનામાં પીક-સિઝન જાવા મળે છે. બજારમાં સરેરાશે ૬૦૦થી ૭૦૦ રૂપિયાનો લસણનો ભાવ રહે છે. શિયાળુ સિઝનમાં ૧૦ હજાર હેકટરમાં વાવેતર થતું હોય છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લસણ પાકે છે. ગત વર્ષે રવિ સિઝનમાં ૧૯,૪૦૦ હેકટરમાં લસણનું વાવેતર થયું હતું. ૨૦થી ૨૫ ટકા સ્ટોક ખેડૂતો પેન્ડિંગ પાસે રહ્યો હતો. આ વર્ષે ખેડૂતોએ નવા બિયારણ માટે લસણ વેચાણમાં કાઢતા ભાવ ગગડ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY