ન્યુ દિલ્હી,તા.૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોલડ્રોપની તકલીફથી પરેશાન છે. મોદીએ બુધવારે જણાવ્યું કે દિલ્હી એરપોર્ટથી વડાપ્રધાન આવાસ સુધી પહોંચવા દરમિયાન તેમને કોલડ્રોપનો સામનો કરવો પડે છે. મોદીએ મુખ્ય વિભાગોના સચિવોની સાથે માસિક વીડિયો કોન્ફરન્સિગ દ્વારા થયેલી વાતચીતમાં આ બાબતની જાણ કરી. મોદીએ દૂરસંચાર વિભાગને આ સમસ્યાનું બને તેટલી ઝડપથી સમાધાન શોધવાના નિર્દેશ આપ્યા. સાથે જ એ સુનિશ્ચિત કરવા કહ્યુકે મોબાઈલ ઓપરેટર ગ્રાહકોની સંતિષ્ટનું સંપૂર્ણ ધ્યાન રાખે.
ટેલિકોમ સચિવ અરૂણા સુંદરરાજને વડાપ્રધાન સાથે વાતચીત દરમિયાન કોલડ્રોપ સહિત ગ્રાહકોની અન્ય ફરિયાદો અંગે જાણકારી આપી હતી. ત્યારે જ મોદીએ પોતાની સમસ્યા જણાવી. મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે, વડાપ્રધાને એમ પણ પૂછ્યું કે કોલડ્રોપ પર ટેલિકોમ કંપનીઓ પાસેથી કેટલી પેનલ્ટી લેવામાં આવી. તેના પર ટેલિકોમ વિભાગ કોઈ જાણકારી ન આપી શક્યું
ટેલિકોમ સચિવે કહ્યુ કે ત્રણ વાર કોલડ્રોપ પર ૧ રૂપિયાના ચાર્જનો પ્રસ્તાવ લાગુ ન થઈ શક્યો.TRAI ક્વાલિટી આૅફ સર્વિસ નોર્મ્સ પ્રમાણે, નેટવર્કની મુશ્કેલીઓ જેવા મામલાઓમાં વધુ પેનલ્ટીની જાગવાઈ છે. પરંતુ મોબાઈલ ઓપરેટર્સ વિરોધ કરી રહ્યા છે.
વડાપ્રધાને કહ્યુ કે ટેલિકોમ સેક્ટરની મુશ્કેલીઓનું સમાધાન આધુનિક ટેક્નીકથી થવું જાઈએ. મોદીએ સીમાવર્તી વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કના મુદ્દાઓના ઉકેલ શોધવાના પણ નિર્દેશ આપ્યા. જેથી દેશવિરોધી ગતિવિધિઓમાં મોબાઈલ નેટવર્કનો ઉપયોગ અટકાવી શકાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




