ન્યુ દિલ્હી,તા.૧૬
કેન્દ્રીય મંત્રી અને બિહારમાં ભાજપના વરિષ્ઠ નેતા ગીરીરાજસિંહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ગિરિરાજસિંહે જણાવ્યુ કે, રાહુલ ગાંધી ફરીવાર દેશના ભાગલા પાડવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ મુસ્લિમ આગેવાનો સાથે બેઠક કરીને તેમની કાનભંભેરણી કરી રહ્યા છે
એક તરફ રાહુલ ગાંધી મહાત્મા ગાંધી અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની વાત કરે છે. પરંતુ મહાત્મા ગાંધી અને બાબા સાહેબ આંબેડકરે દેશમાં અલગ શરિયતની સ્થાપના કરવાનું નહોતુ કહયું. ગિરિરાજસિંહે વધુમાં રહયું કે, રાહુલ ગાંધી રંગ બદલવામાં માહેર છે. કેરળમાં આયોજિત બીફ પાર્ટીમાં રાહુલ ગાંધી સામેલ થાય છે અને ગુજરાતમાં જઈને જનોઈ ધારણ કરે છે. જેથી દેશની જનતા પાસે રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






