જયપુર,તા.૧૮
રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભાની ૨૦૦ બેઠક પર ઉમેદવારો મૂકવાની બહુજન સમાજ પક્ષ (બસપ)ની યોજના છે. બસપના વડાં માયાવતી રાજસ્થાનનાં વિવિધ રાજ્યોમાં રેલી કરવાની યોજના ધરાવે છે.
આગામી વિધાનસભાની ચૂંટણી માટે માયાવતીએ રાજસ્થાન કે મધ્ય પ્રદેશમાં કાંગ્રેસ સાથે કોઈ પણ જાતની યુતિ સાધવાની શક્યતા નકારી કાઢી છે. જ્યારે છત્તીસગઢમાં અજિત જાગીની જનતા કાંગ્રેસ સાથે મળીને બસપ ચૂંટણી લડી રહી છે. રાજસ્થાનમાં ૭મી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે.
૨૦૧૩માં રાજસ્થાનમાં ભાજપને ૩.૩૭ ટકા મત મળ્યા હતા. ૨૦૦૮માં છ બેઠક જીતનાર દલિત સુપ્રીમોને મતનો હિસ્સો ૭.૬૦ ટકા હતો.
ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ૧૯૫ બેઠક જીતનાર બસપ આ ફેરે ૨૦૦ બેઠક પર ઉમેદવાર ઊભા રાખશે, એમ બસપના ઉપાધ્યક્ષ ડુંગરરામ ગેદરે કહ્યું હતું.
૨૦૦ મતવિસ્તારમાં ૩૪ બેઠક અનુસૂચિત જાતિ (એસસી) અને ૨૫ બેઠક અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત રાખવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




