સમુદ્રની સપાટીથી ૩૦૦૦ મીટરની ઉંચાઈએ અને ૨૭ કિમી લાબુ હશે હિમાચલ પ્રદેશમાં ભારતનું પહેલું રેલવે સ્ટેશન બોગદામાં બનાવાશે

0
6

શિમલા,તા.૧૮
હિમાચલ પ્રદેશમાં ભારતનું પહેલું રેલવે સ્ટેશન બોગદામાં બનાવવામાં આવશે. ચીનની સરહદે આવેલા વ્યૂહાત્મક બિલાસપુર-મનાલી-લેહ લાઇન પર સમુદ્રની સપાટીથી ૩૦૦૦ મીટરની ઊંચાઇએ અને ૨૭ કિ.મી. લાંબા બોગદામાં ભારતનું પહેલું રેલવે સ્ટેશન બાંધવામાં આવશે. દિલ્હી અને અન્ય શહેરોમાં મેટ્રોનાં ઘણાં સ્ટેશનો બોગદામાં બનાવાયાં છે, પણ હિમાચલ પ્રદેશનું કેયલોન્ગ સ્ટેશન દેશનું બોગદામાં બનાવવામાં આવેલું પહેલું રેલવે સ્ટેશન બની રહેશે.
લાહૌલ અને સ્પિતી જિલ્લાનું કેયલોન્ગ પ્રશાસનીક કેન્દ્ર છે. એ મનાલીના ઉત્તરે ૨૬ કિ.મી. અને ભારત-તિબેટ સીમાથી ૧૨૦ કિ.મી. દૂર આવેલું છે. ઉત્તર રેલવેના વરિષ્ઠ ઇજનેર ડી. આર. ગુપ્તાએ જણાવ્યું હતું કે આ સ્ટેશન બન્યા બાદ દેશમાં આવાં અનેક સ્ટેશનો બાંધવામાં આવશે.
એક વખત લાઇન તૈયાર થઇ જશે, પછી એને બિલાસપુર અને લેહ વચ્ચેના સુરેન્દ્રનગર, મન્ડી, મનાલી, કેયલોન્ગ, કોકસર, દારચા, ઉપ્સી અને કારુ જેવા હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના બધા જ મહ¥વના ટાઉનો સાથે જાડવામાં આવશે. ભારત-ચીન સરહદની નજીક હોવાથી આ લાઇનનું મહત્વ વધી જાય છે. આ લાઇન શરૂ કરાયા બાદ માનવ અને સાધનબળ સરળતાથી સરહદ સુધી લઇ જવાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યોજનામાં ૭૪ બોગદા, ૧૨૪ મોટા પુલ અને ૩૯૬ નાના પુલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લાઇન તૈયાર થઇ ગયા બાદ હાલ દિલ્હી અને લેહ વચ્ચેનું જે અંતર ૪૦ કલાકમાં કાપવામાં આવે છે, એ ૨૦ કલાકમાં કાપી શકાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY