ભાજપ હકાલપટ્ટી કરવા પહેલા ફડણવીસે રાજીનામું આપી દેવું જાઇએ ઃ કાંગ્રેસ

0
12

મુંબઈ,તા.૨૭
મરાઠા મોરચાના બંધને અટકાવવામાં નિષ્ફળ જવા માટે મુખ્ય પ્રધાન ફડણવીસે તેમનો પક્ષ તેમની હકાલપટ્ટી કરે તે પહેલા જ રાજીનામું આપી દેવું જાઇએ, એમ કાંગ્રેસે જણાવ્યું હતું તથા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રસ્તાવિત પ્રકલ્પ દ્વારા ગુજરાતનો વિકાસ કરવા ભાજપના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર મહારાષ્ટ્રના કરદાતાઓના નાણાં વાપરી રહી છે એવો આક્ષેપ પણ કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન ગુજરાતને લાભ અપાવવાના ઉદૃશ સાથેના આ બુલેટ ટ્રેનના કુલ ૧૨ સ્ટેશનમાંથી ફક્ત ચાર સ્ટેશન મહારાષ્ટ્રમા આવે છે.
આ પ્રકલ્પ પર ગુજરાતે બે તૃતિયાંશ (૨/૩) અને મહારાષ્ટ્રે એક તૃતિયાંશ (૧/૩) ખર્ચ કરવાનો છે, પરંતુ પચાસ ટકા ખર્ચ મહારાષ્ટ્રના કરદાતાઓ પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે તેથી ગુજરાતનો વિકાસ રાજ્યના કરદાતાઓના ભોગે કરવામાં આવી રહ્યો છે. શું આ ગુજરાત મોડલ છે?, એમ કાંગ્રેસના નેતા અનંત ગાડગિલે જણાવ્યું હતું.
આ મહત્તકાક્ષી પ્રકલ્પ માટે જાપાન તરફથી રૂ. ૧.૧૦ લાખ કરોડની લોન આપવામાં આવી છે. પ્રથમ બુલેટ ટ્રેન ૨૦૨૩થી શરૂ થવાની આશા સેવાઇ રહી છે.
નનાર રિફાઇનરી જેવા મોટા પ્રકલ્પો મોદી દ્વારા વિદેશી કંપનીને ફાળવવામાં આવી રહ્યા છે, એવો આક્ષેપ પણ ગાડગિલે કર્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY