જયપુર,તા.૩
આંતરરાષ્ટ્રીય સરહદની બિલકુલ નજીક રાજસ્થાનની પેલે પાર પાકિસ્તાન રેન્જર્સ ચીનના એંજીનિયરો સાથે મળીને તળાવ અને એનિકટનું નિર્માણ કરી રહ્યા છે. રાજસ્થાન સરહદે બિકાનેર સેક્ટરના બજ્જૂ ક્ષેત્રની પેલેપાર પાકિસ્તાન રેન્જર્સ અને ચીનના ઈજનેરો દ્વારા થઈ રહેલા નિર્માણ કાર્યને જોતા ભારતીય બોર્ડર ઈન્ટેલિજન્સ એજન્સીઓ ખાસી સાવચેત થઈ ચુકી છે.
બોર્ડર ઈન્ટેલિજન્સ ચોકીએ થોડા દિવસો પહેલા આની જાણકારી રાજસ્થાનની ગુપ્તચર પોલીસ અને બીએસએફના ઉચ્ચાધિકારીઓને આપી હતી. જાણકારી બાદ રાજસ્થાનના અધિક પોલીસ મહાનિદેશક- ઈન્ટેલિજન્સ યૂ. આર. સાહૂ અને રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શૈલેન્દ્ર અગ્રવાલ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે.
આ મામલાની ગંભીરતાને જોતા તાજેતરમાં રાજસ્થાનના ગૃહ પ્રધાન ગુલાબચંદ કટારિયાએ ગૃહ અને પોલીસ વિભાગના ઉચ્ચાધિકારીઓની બેઠક યોજીને જરૂરી નિર્દેશો પણ આપ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



