રોકડનું સંકટ ટાળવા કાલે આરબીઆઈ સિસ્ટમમાં આઠ હજાર કરોડ રૂપિયા ઠાલવશે

0
8

ન્યુ દિલ્હી,તા.૨૦
કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક વચ્ચે ખેંચતાણ વચ્ચે સોમવારે મુંબઈમાં બેન્કના નિર્દેશક મંડળની બેઠક થઈ, જેમાં ટકરાવની સ્થિતિ સમાપ્ત કરવા ખુબજ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. રિઝર્વ બેન્ક પાસે કેટલો ખજાનો હોવો જાઈએ, આ વિવાદિત મામલાને સુલઝાવવા એક વિશેષજ્ઞ સમિતિનું ગઠન કરવામાં આવ્યુ આ મામલે સરકાર અને બેન્ક વચ્ચે સહમતિ થઈ. આ સિવાય બેન્કના ગવર્મેન્ટ સિક્યોરિટી બોન્ડ ખરીદ્યા બાદ ૮૦૦૦ કરોડ રૂપિયા સિસ્ટમમાં લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આરબીઆઈએ સોમવારે મહત્વપૂર્ણ બેઠકમાં કહ્યું કે તે ૨૨ નવેમ્બરે સરકારી બોન્ડની ખરીદી કરી પ્રણાલીમાં ૮૦૦૦ કરોડ રૂપિયા નાખશે. એટલેકે રિઝર્વ બેન્ક પાસે હાલ જે ખજાનો છે તેના ભાગને લઈને વિવાદ થયો હતો, જેમાં રિઝર્વ બેન્કે ખરીદારી કરી પૈસા સરકારી સિસ્ટમમાં લાવવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય બેન્કે કહ્યું છે કે રોકડની હાલની સ્થિતિને જાઈને ભવિષ્યની તરલતા માટે RBI અનુસાર મુક્ત બજાર પરિચાલન માટે ૨૨ નવેમ્બરે ૮૦ અરબ રૂપિયા સિસ્ટમમાં નાંખશે. રિઝર્વ બેન્કના પગલાને IL&FC સમૂહની કંપનીઓનું દાયિત્વ ચુકવણી કરવા નિષ્ફળ રહ્યા રોકડના સંકટને ઓછુ કરવા મદદ મળશે. દેશમાં કારોબારી તેજી સાથે નવુ કર્જ આપવા કામ શરૂ કરવામાં આવશે.
આ સિવાય આરબીઆઈ બોર્ડે કેન્દ્રીય બેન્કને સલાહ આપી છે કે નાના અને લઘુ ઉદ્યોગોને રાહત આપવાની ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવશે. રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં થયેલી નિર્દેશક મંડળની બેઠકમાં કોઈ પણ પ્રસ્તાવ પર મતદાન કરવાની નોબત આવી ન હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY