શિકાગો,તા.૨૦
અમેરિકાના શિકાગોમાં સોમવારે બપોરે ત્રણથી સાડા ત્રણની વચ્ચે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં એક પોલીસ અધિકારી સહિત ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં ૩૨ વર્ષીય હુમલાખોરનો પણ સમાવેશ તાય છે.
મીડિયા રિપોટ્ર્સના જણાવ્યા પ્રમાણે ગોળીબારની આ ઘટના એક હોસ્પિટલમાં ઘટી હતી. ફાયરિંગ દરમિયાન એક પોલીસ અધિકારી પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. સારવાર દરમિયાન આ ૨૮ વર્ષીય ઓફિસરનું મોત થઈ ગયું છે. આ ઘટનામાં હોસ્પિટલના સ્ટાફમાંથી એક વ્યક્તિ પણ ઘાયલ થઈ ગયો છે. આ ઘટના દક્ષિણ શિકાગોની મર્સી હોસ્પિટલ ખાતે બન્યો હતો.
શિકાગોના ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે અંધાધૂંધ ફાયરિંગ કરનાર વ્યક્તિને ઢાળી દેવામાં આવ્યા છે. બાદમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. હોસ્પિટલને ખાલી કરાવવામાં આવી હતી. સ્થાનિક ટીવી ચેનલમાં એક ઘટનાને નજરે જાનાર વ્યક્તિએ કહ્યું કે તેણે ૨૦ જેટલા ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો બે મહિલા પર ફાયરિંગ કર્યું હતું. જેમાંથી પા‹કગ વિસ્તારમાં જે મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું તે હોસ્પિટલની ડોક્ટર હતી. હુમલાખોરો તેનો પૂર્વ મંગેતર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હુમાલાખોરો તેની પૂર્વ વાગ્દત્તા પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેનું મોત થઈ ગયું છે. હુમલામાં બીજી જે મહિલાનું મોત થયું છે તે હોસ્પિટલ ખાતે ફાર્માસ્યુટિકલ ટેક્નિશિયશન કામ કરતી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



