ટોકિયો ઓલિમ્પિકઃ આઈઓસીએ શરણાર્થીઓની ટીમ માટે કરી જાહેરાત

0
7

આયર્સ,તા.૧૦
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ(આઇઓસી)એ ૨૦૨૦માં યોજનારા ટોકિયો ઓલિમ્પિકમાં શરણાર્થીઓ માટે એક ઓલિમ્પિક ટીમની રચના કરવાની ઘોષણા કરી છે. મીડિયાના રિપોટ્‌ર્સ મુજબ, આઇઓસીના અધ્યક્ષ થોમસ બાકે ૧૩૩માં આઇઓસી સત્રમાં આ અંગેની ઘોષણા કરી હતી.
બાકે જણાવ્યું કે, ગત રિયો ઓલિમ્પિકમાં અમે ઘણા દબાણમાં હતા. હવે અમારી પાસે ૨ વર્ષે છે. અમે પહેલાથી જ સાવધાની રાખવાની શરૂ કરી દીધી છે અને અમારી પાસે એથ્લીટોનો એક સમૂહ છે. અમે પહેલાથી જ ૫૧ અથવા ૫૨ શરણાર્થીઓનું સમર્થન કરીએ છીએ, જેને અમે ઓળખીએ છીએ. ટોકિયો ઓલિમ્પિક માં આ સમૂહમાં વધારો થઇ શકે છે.
આઇઓસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શરણાર્થીઓની ટીમની રચના સાથે સમિતિએ લાખો શરણાર્થીઓ અને વિસ્થાપિત એથ્લીટોને એક થવાનો સંદેશ અપવામાં આવ્યો છે. બાકે જણાવ્યું કે, અમને ઓલિમ્પિક રમતો માટે શરણાર્થીઓની ટીમની જરૂર છે. અને શરણાર્થી એથ્લીટોનું સારી રીતે સ્વાગત કરીશું અને ઘરટોકિયો ઓલિમ્પિકમાં ઘર જેવો માહોલ પુરો પાડીશું
રીયો ડી જેનેરીયોમાં પણ શરણાર્થીઓની ટીમનું નિર્માણ કરાયું હતું. જેમાં ઇથિયોપિયા, દક્ષિણ સુદાન, સીરિયા અને કોન્ગોના શરણાર્થી એથ્લીટ સામેલ હતા.ઉલ્લેખનીય છે કેટોકિયો ઓલિમ્પિકનું આયોજન ૨૪ જુલાઇ થી ૯ ઓગસ્ટ ૨૦૨૦ સુધી થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY