અનામત આંદોલનથી પાટીદારોને ગેરમાર્ગે દોર્યા હતા, સમાજ અમને માફ કરેઃ પાસના કન્વિનર

0
29

હાર્દિક પટેલ, લલિત વસોયા, કથગરાએ પાટીદાર યુવાનોને શરાબ-શબાબમાં ડૂબાડ્યાઃ સાબવા
રાજકોટ,તા.૨૧
મતદાનના ગણતરીના કલાકો પહેલાં જ જ્ઞાતિવાદી રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે. હાર્દિક પટેલનો એક યુવા પાટીદાર નેતા તરીકે જેનાથી ઉદય થયો એ પાટીદાર અનામત આંદોલન પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરનારું હતું તેમજ અમદાવાદની જીએમડીસીની સભા પણ પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવા માટે હતી, તેવી કબૂલાત ખુદ પાસના કન્વિરન દિલીપ સાબવાએ મીડિયા સામે કરી છે. એક પત્રકાર પરિષદ યોજીને આવા આક્ષેપો સાથે દિલીપ સાબવાએ પાટીદાર સમાજની માફીની માગણી કરી છે.
પાસના કન્વિનર દિલીપ સાબવાએ મીડિયા સમક્ષ કબૂલ્યું હતું કે, આંદોલનથી ‘પાસ’એ પાટીદાર સમાજને ગેરમાર્ગે દોર્યો, ૧૪ લોકોના મોત થયા, અનેક પાટીદાર યુવાનો આજે બેરોજગાર છે. સમાજ અમને માફ કરે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે, હાર્દિક પટેલ, લલિત વસોયા, લલિત કગથરાએ પાટીદાર યુવાનોને શરાબ અને શબાબમાં ડૂબાડી દીધા છે. આજે હજ્જારો પાટીદાર યુવાનો દારૂના બંધાણી બન્યા છે.
વધુમાં આક્ષેપ કરતાં તેણે કહ્યું કે, વર્ષ ૨૦૧૭માં નટુ ગાંડાને વાતાવરણ બનાવવા ખુદ લલિત વસોયાએ જ ઊભો કર્યો હતો. સુરતમાં રિવોલ્વર બતાવીને મને હાર્દિક સામે ન થવા ધમકી અપાઈ હતી.
પાટીદારોની માગણી મુદ્દે સોનિયા ગાંધી સાથેની મુલાકાતનો રેફરન્સ આપતા તેણે કહ્યું કે, જ્યારે કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધીને મળ્યા અને પાટીદારોની માંગણી સ્વીકારવાની વાત કરી. ત્યારે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, પાટીદારોની માગણી સ્વીકારવાની ન હોય, પાટીદારો ભાજપને જ મત આપે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY