અમિષાએ પ્રચાર કોંગ્રેસનો કર્યો પણ ભાજપ શાસિત ગુજરાતના વખાણ કર્યાં
વડોદરા,તા.૨૧
વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના પ્રચાર માટે બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ આજે વડોદરા આવી હતી. જ્યાં વડોદરામાં રોડ-શો કર્યો હતો. રોડ શો પહેલા અમિષા પટેલે મીડિયા સાથેની વાતચીતમાં બફાટ કર્યો હતો. અમિષા પટેલે જણાવ્યું હતું કે, ‘ગુજરાત આપણો દેશ છે અને સ્ટેટ પણ છે’,
કોંગ્રેસના પ્રચાર માટે આવેલા અમિષા પટેલે ભાજપ શાસિત રાજ્યના વિકાસના વખાણ કર્યાં હતાં. અમિષા પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત ભારતનું ખુબ જ મહત્વનું રાજ્ય છે. ગુજરાતનો જે રીતે વિકાસ થયો છે, તે દેશ માટે ઉદાહરણરૂપ છે. જા દરેક રાજ્ય આવુ હોય તો ભારત દુનિયામાં આગળ નીકળી જશે.
અમિષા પટેલે જણાવ્યું હતું કે, પ્રશાંતજી અમારા સારા મિત્ર છે. એટલે હું પ્રચાર માટે આવી છું. અહીં આવીને બહુ સારૂ લાગે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



