રાજકોટ,તા.૨૫
મૂળ સુરેન્દ્રનગરના, પણ દાયકાઓથી દુબઈમાં વસેલા જાણીતા ઉદ્યોગપતિ તથા સેવાકાર્યો થકી ‘ફાધર ટેરેસા’ તરીકે જાણીતા એવા ભરત શાહ (૮૭)નું શનિવારે રાજકોટ સ્થિત એમના નિવાસસ્થાને અવસાન થયું. અંબાણી પરિવાર સાથે ઘરોબો ધરાવનારા ભરતભાઈ તથા ધીરુભાઈ અંબાણીની કારકિર્દી એડનમાં સાથે શરૂ થયેલી. બન્ને એક જ રૂમમાં રહેતા. એ પછી ધીરુભાઈએ મુંબઈને કર્મભૂમિ બનાવી જ્યારે ભરતભાઈએ દુબઈને. ભારત આવીને ધંધામાં જામી ગયેલા ધીરુભાઈએ તેમને દુબઈમાં રિલાયન્સના કો-ઓર્ડિનેટર નીમ્યા.
ખાડી દેશોના તમામ રાજકીય માંધાતા સાથે ભરતભાઈને નિકટના સંબંધ હતા. યુએઈ જનાર કોઈ પણ ભારતીય માટે ભરતભાઈના દરવાજા ખુલ્લા રહેતા ને અધરાતે મધરાતે એ કોઈને મદદ કરવા તત્પર રહેતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



