પુણા-કુંભારીયામાં વાયરમેનના ઘરમાં તસ્કરોનો હાથફેરો

0
7

રોકડા રૂપિયા તથા ઘરેણાંની ચોરી
સુરત, તા.૨૪
પુણા-કુંભારીયા વિસ્તારમાં આવેલા એક મકાનમાં તસ્કરોએ ત્રાટકીને રોકડા અને દાગીના મળી કુલ ૮૮૫૦૦ની મતાïની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પુણા પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જલગાંવ જિલ્લાના કિન ગામના વતની અને હાલમાં પુણા ગામની એક સોસાયટીમાં પંકજભાઈ પાટીલ રહે છે. ગતરોજ તેમના મકાનમાં તસ્કરો ત્રાટકી કબાટમાંથી રોકડ રકમ તથા સોના ચાંદીની ચીજવસ્તુઓ મળી કુલ ૮૮૫૦૦ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઈલેક્ટ્રીક વાયરમેનનું કામ કરતાં પંકજભાઈ પાટીલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગુનાવાળી જગ્યાનું નિરીક્ષણ કરી ફરિયાદીનો જવાબ પણ નોંધ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY