રક્ષાબંધન બની હાઇટેક, બહેનોમાં ઑનલાઇન રાખડી ખરીદવાનું ચલણ વધ્યું

0
9

રાજકોટ,તા.૧૨
આધુનિક ટેક્નોલોજીના યુગમાં મોટા ભાગના કામોમાં ટેક્નોલોજીની મદદ લેવામાં આવી રહી છે ત્યારે હવે ઉત્સવમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે.રક્ષાબંધનમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. ઓનલાઇન રાખડી મંગાવવામાં આવી રહી છે. વીડિયો કોલીંગ કરીને રાખડી પસંદ કરવામાં આવી રહી છે.
રાખડીને લઇને બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં રાખડી ખરીદવા માટે બહેનો ઉમટી પડી છે. રાખડીની બજારો ફૂલેફાલે છે. વાપીમાં વેપારીઓએ પાંચ મહિના પહેલા જ તૈયારી કરી લીધી છે.
ભાવનગર, રાજકોટ, બરોડા અને મુંબઈથી રાખડીઓ મંગાવવામાં આવી છે.વાપીમાં અઢી કરોડ રૂપિયાની રાખડી વેંચાતી હોવાનું વેપારીએ જણાવ્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY