રાજકોટ,તા.૪
આ વર્ષે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડયો છે. જેના પરિણામે મગફળીનું બમ્બર ઉત્પાદ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાંથી ચોમાસાએ વિદાય નથી લીધી ત્યારે રાજકોટ સહિત અલગ અલગ માર્કેટિંગ યાર્ડોમાં નવી મગફળીની આવક શરુ થઇ ચુકી છે. ખેડૂતોને રાજકોટ એ.પી.એમ.સીમાં મગફળીનો ભાવ ૧૫૦૩ રૂપિયા સુધી મળ્યો હતો. જોકે, પલળી ગયેલી મગફળીનો ભાવ મણે રૂપિયા ૫૦૦ જેટલો જ મળતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું પણ છવાયું છે. ક્યાંક ટેકાના ભાવ કરતા ઊંચો તો ક્યાંક ટેકાના ભાવથી ઓછો ભાવ મળતાં ખેડૂતો ચિંતામાં પણ હતા.
આ સાથે વિસ્તરણ અધિકારીએ દરેક ગામનાં ૨૫ ટકા દસ્તાવેજી કાગળિયાની તપાસ કરવાની રહેશે. વિકાસ અધિકારી અને મામલતદાર ૧૦ ટકા ડોક્યુમેન્ટની ચકાસણી કરશે. જો આ ચકાસણીમાં કોઇ ગેરરીતિ જણાશે તો સંબંધિત કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય રાજ્ય સરકારે ગોઠવી ફ્લાઇંગ સ્કવોડ વ્યવસ્થા જીલ્લા પુરવઠા અધિકારી પુરવઠા ઈન્સટ્રક્ટર સહિતનાં જીલ્લા કક્ષાનાં અધિકારીની ટીમ નાગરિક પુરવઠા નિગમ પણ ક્રોસ ડીસ્ટ્રીક્ટ ટીમ બનાવશે. આ ટીમ કોઈપણ જગ્યાએ કોઇ પણ ડોક્યુમેન્ટની ચકાસણી કરશે. શંકા જતા મગફળીનો પાકનું વાવેતર થયું છે તે સ્થળની પણ તપાસ કરશે. આગામી સોમવારથી ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવશે. ૧ નવેમ્બર સુધીમાં આ દસ્તાવેજની ખરાઇ પૂર્ણ કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



