ડેન્ગ્યુનો કહેર યથાવત… ૨૮ વર્ષના યુવાનનું મોત નીપજ્યું

0
4

રાજકોટ,તા.૧૦
મૂળ માળિયાહાટીના તાલુકાના હાલ જૂનાગઢ ટીંબાવાડીની દિપાંજલી સોસાયટીમાં રહેતા બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી સહકારી મંડળી તરીકે ફરજ બજાવતા ધીરૂભાઇ કરશનભાઇ રવિયાના ૨૮ વર્ષના યુવાન પુત્ર સાવનનું ડેન્ગ્યુના કારણે રાજકોટની સ્ટર્િંલગ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આથી રાજકોટમાં ડેન્ગ્યુથી મોતનો આંકડો ૧૯ પર પહોંચ્યો છે.
છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ સ્ટર્િંલગ હોસ્પિટલમાં સાવન રવિયાને ડેન્ગ્યુ થતા તેની સારવાર ચાલતી હતી. દરમિયાન ગઇકાલે તેની તબિયત વધુ બગડતા તેણે અતિંમ શ્વાસ લીધા હતા. મૃતક સાવન રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ જૂનાગઢ તેમજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સભ્ય તરીકે સેવા કરતો હતો. અચાનક સાવનની વિદાયથી રાજગોર સમાજ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. ગત રાત્રે સાવનના પાર્થિવ દેહને માળીયાના માતરવાણીયા તેમના વતન ખાતે લઇ જઇ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY