લાપતા ચાર યુવકોની કાર મેંદરડા નજીક ઓઝત નદીમાં ખાબકી હતી, ચારેયના મોત

0
329

રાજકોટ,તા.૧૦
મેંદરડા અને નવા ગામ વચ્ચે નદીમાં ખાબકી હતી કાર, પોલીસની ટીમ યુવકોને શોધતી હતી – વીરપુર દર્શન કરવા નીકળ્યા બાદ ચારેય યુવકના મોબાઈલ બંધ થયા હતા. ગોધરા તાલુકાના રામપુરા ગામના ચાર યુવાન મિત્રો જૂનાગઢ નજીકથી લાપતા બની ગયા હતા. ઇકો કારમાં બેસીને વિરપુર દર્શને આવેલા આ ચારેય મિત્રોના મોબાઈલ રવિવારે વહેલી સવારથી સ્વીચઓફ થઇ જતાં અનેક ભેદભરમ સર્જાયા હતા. આ યુવકોનું છેલ્લું લોકેશન મેંદરડા રોડ પર આવ્યું હતું.
જેના પગલે જૂનાગઢ-મેંદરડા અને આસપાસનાં જંગલ વિસ્તારમાં તેની તપાસ શરૂ ચાલુ હતી. આ દરમિયાન મોડી રાત્રે મેંદરડાનાં ખડપીપળી અને નવાગામ વચ્ચે પુલ નીચે ગાડી હોવાનું જણાયું હતું. જૂનાગઢ ફાયરની ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મોડી રાત્રે બે યુવાનોનાં મૃતદેહ બહાર નીકળ્યાં હતાં. ઓઝત નદીમાં કાર ખાબકી હતી, ત્યાંથી બીજા બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે.
આ અંગે તપાસ કરી રહેલા જૂનાગઢ એલસીબીના સબ ઇન્સ્પેકટર ગોહિલે જણાવ્યું હતું કે, રવિવારે સવારે ૫ વાગ્યા આસપાસ જૂનાગઢથી ૮ કિલોમીટરમાં જ ઈવનગર માર્ગ પર માત્ર ૧૦- ૧૫ મિનિટમાં જ એક પછી એક એમ ચારેયના મોબાઈલ સ્વીચઓફ થઇ ગયા હોવાનું ખુલ્યું છે. પોલીસની ૧૦ ટીમોએ માળીયા હાટીના, સાસણ, મેંદરડા, જૂનાગઢમાં તપાસ કરી રહી હતી. દરમિયાન મેંદરડા નજીક ઓઝત નદીમાંથી કાર મળી હતી. અહીં ચારેય યુવકોના મૃતદેહ મળ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY