ભાવનગર,તા.૧૦
મહુવાની એક કન્યાશાળામાં તા.૩૦ નવેમ્બરે સાંજે ૫-૧૫ કલાકે એક યુવાન શાળાની લોબીમાં પહોંચી ગયો હતો. વિકૃત માનસિકતા ધરાવતા આ યુવાનને શાળાની શિક્ષિકાઓની નજર સામે જ પેન્ટ ઉતારી હસ્તમૈથુન કરતા મહિલાઓ ચોંકી ઊઠી હતી. અને બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. જેને કારણે શાળાના પાછળના ભાગમાં તૂટેલી દિવાલમાંથી આ યુવાન નાસી છૂટયો હતો. ગભરાયેલી મહિલાઓને લોકોએ હિંમત આપી હતી અને સમગ્ર બનાવના સીસીટીવી કૂટેજ સાથે પોલીસમાં અરજી આપવામાં આવી હતી. ૫-૧૫થી ૫-૨૦ સુધીના વીડીયો કુટેજ પોપલીસને સોંપ્યા હતા.
આ ઘટનાને દસ દિવસ થવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલા લેવાતા નથી. બીજીબાજુ નાસી છૂટેલા યુવાન દ્વારા મહિલાઓને જોઈ લેવાની ધમકી મળતા ગભરાટ ફેલાયો છે. સમાજમાં ફરતા આવા લુખ્ખા તત્વોને સબક શિખડાવવાને બદલે પોલીસતંત્ર નિષ્ક્રીય રહેતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. આ અંગે મહુવાના પીઆઈ દિપક મિશ્રાએ જણાવ્યું હતું કે, મને માહિતી નથી અન્ય કામમાં છું. મહુવા આવ્યા પછી ખરી હકીકત તપાસ કર્યા પછી પગલાં લેવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



