ગોંડલ મા એસ ટી દ્રારા શરૂ કરાયેલ કંડકટર મિત્ર યોજના નો આજ થી કોલેજ ચોક ખાતે પ્રારંભ.

0
52

રાજકોટ : ગુજરાત એસ.ટી. દ્રારા શરૂ કરવામાં આવેલ કંડક્ટર મિત્ર યોજના અંતર્ગત અત્રે ના કોલેજ ચોક પોઇન્ટ ખાતે તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત હવે થી મુસાફરો ને ટીકીક બુકિંગ કે પુછપરછ માટે બસ સ્ટેન્ડ સુધી ધક્કા ખાવા ની જરૂર રહેશે નહિ.
એડવાન્સ બુકિંગ, કરંટ બુકિંગ તેમજ જીપીએસ સિસ્ટમ દ્વારા બસ નુ લોકેશન જેવી સુવિધાઓ કોલેજ ચોક ખાતે થી જ મળી રહેશે. કંડક્ટર મિત્ર તરીકે સવજીભાઇ, કુલદીપસિંહ જાડેજા, સિધ્ધરાજ જાડેજા ની નિયુક્તિ કરવામાં આવી છે,આ યોજના થી મુસાફરો ને સારો લાભ મળશે તેમ ડેપો મેનેજર જે આર અગાવતે જણાવ્યુ હતું.

ક્રિશ ટીંબડીપા – ગોંડલ
(જી. રાજકોટ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY