ત્રણ મહિના ના પગાર સહિત ની માંગ સાથે રાજપીપળા નગર પાલિકા ના સફાઈ સેવકો 3 દિવસ થી હડતાળ પર જતા ગંદકી

0
34

શહેર માં આ હડતાળ ના કારણે ગંદકી,મરેલા જાનવરો ની દુર્ગંધ સહિત ની તકલીફો થી સ્થાનિકો હેરાન

રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા ના હંગામી સફાઈ કર્મચારી ઓને તેમના હક નો પગાર ચુકવવામાં પણ પાલિકા તંત્ર લોલીપોપ પકડાવતી હોય પોતાની મહેનત અને પરસેવા ની કમાણી માટે પણ કર્મચારીઓ એ જો હડતાળ નું શસ્ત્ર ઉગામવું પડતું હોય તો તેનાથી શરમ જનક વાત શુ કહેવાય…?! શુ આ વિકાસ કહેવાય કે શોષણ..?

એક તરફ પીએમ મોદી વિદેશ નીતિ અપનાવવા અવનવા કાયદા અને પેંતરા અજમાવે છે ત્યાં બીજી તરફ ગરીબ કામદારો ને નિયમિત પગાર સહિત ના લાભો મળતા નથી જેના કારણે આખરે કંટાળેલા સફાઈ કર્મચારીઓ પાલિકા કચેરી બહાર જ હડતાળ પર બેસવા મજબુર થયા છે. જેમાં ૮૦ જેવા સફાઈ સેવકો ને છેલ્લા ત્રણ મહીના થી પગાર ન મળતા સફાઈ સેવકો ના ઘર ના ચૂલા સળગતા બંધ થઈ ગયા છે. આ કારમી મોંઘવારી માં પરિવાર નુ ભરણપોષણ કેમ કરવું એ ચિંતા તેમને સતાવી રહી હોય ઉપર થી ત્રણ મહીના થી પગાર ન મળે તો એ પરિવાર ની હાલત ચોક્કસ કફોડી બની જાય,આમ તો પાલીકા ના લગભગ તમામ રોજમદારો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા હોય છે જેમાં સફાઈ સેવકો ગંદકી મા કામ કરી ને પોતે લોકોના આંગણા અને નગર ને સ્વચ્છ રાખવાની કામગીરી કરતા હોવા છતાં તેમને સેફ્ટી ના સાધનો પણ અપાતા નથી.છતાં કામદારો ને સમયસર પગાર ન ચૂકવતા આખરે હડતાળ નું શસ્ત્ર ઉગામવા મજબુર થાય છે.ઘણા વર્ષો થી બે મહીને પગાર આપવાની જાણે પ્રથા પડી ગઈ છે, પણ હવે તો ત્રણ મહીના પછી પણ પગાર ચૂકવવામાં વાયદા બતાવાતા હાલ સફાઈ સેવકો એ હડતાળ કરતા શહેર માં ચારે તરફ ગંદકી,મરેલા દુર્ગંધ મારતા જાનવરો વધી રહયા છે ત્યારે જો રોગચાળો ફાટશે તો એ માટે કોણ જવાબદારી લેશે…?

●● : અગાઉ બાકી પગાર, ભરતી અને કાયમી કરવા ની માંગ સાથે અન્ય સમસ્યાઓ બાબતે કલેકટર ને આવેદન આપેલુ પણ કોઈ જ સંતોષકારક નિરાકરણ ના આવતા 2019 ના અંતિમ મહિના માં સફાઈ સેવકો અચોક્કસ મુદત ની હડતાળ ઉપર બેઠા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં. 9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY