૧૦ જાન્યુઆરીએ વિધાનસભા સત્રમાં બાળકોના મૃત્યુનો મુદ્દો ઉઠાવીશું : અમિત ચાવડા

0
16

રાજકોટ,તા.૬
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં છેલ્લા ૧ મહિનામાં ૧૧૧ બાળકોના મોતના વિરોધમાં કોંગ્રેસ સિવિલ હોસ્પિટલ ચોકમાં ધરણા પર બેઠી છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ધરણામાં જોડાયા છે. ધરણા પર બેસતા પહેલા અમિત ચાવડાએ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો જોડાયા છે. બેનર સાથે નારા લગાવવામાં આવ્યા હતા કે અટકાવો ભાઇ અટકાવો બાળકોના મોત અટકાવો. પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જવાબદારો રાજીનામા આપે. આગામી ૧૦ જાન્યુઆરીએ વિધાનસભા સત્રમાં કોંગ્રેસ બાળકોના મૃત્યુનો મુદ્દો ઉઠાવશે, આ મામલે વિધાનસભામાં પ્રસ્તાવ લાવી અને મૃત્યુના કારણ અંગે જવાબ આપે.
આ અંગે અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું ભાવિ મરી રહ્યું છે ઓર્ગેનાઇઝડ ગુનો હોય એવું લાગે છે. અમારે કોઈ રાજનીતિ નથી કરવી પણ ૭૦ ટકા જગ્યા રાજકોટમાં ખાલી છે. દર્દી હેરાન થાય છે, સરકાર જવાબદારી નિભાવી નથી શકતી. જવાબદારોએ રાજીનામાં આપવા જોઈએ. રાજકોટમાં ૧૨૩૪ બાળકોના મોત થયા, ગુજરાતમાં ૨૫૦૦૦ના મોત થયા છે. અડધી પીચે રમનારાને કહેવું છે કે શું કામ આવી ઉતાવળ, પાછળથી સ્ટપિંગ તમારા લોકો જ કરશે, પૂરેપૂરું પાંચ વર્ષ રમોને.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY