લાતુર,તા.૧૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સતત દાવો કરી રહ્યા છે પાછલી ચૂંટણીની સરખામણીમાં એનડીએ લોકસભા ચૂંટણી ૨૦૧૯માં વધુ સીટોની સાથે સત્તામાં આવશે. ત્યારે છઠ્ઠા તબક્કાના વોટિંગ દરમ્યાન જ એનડીએના ઘટક દળ આરપીઆઈના અધ્યક્ષ રામદાસ અઠાવલે એ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં એનડીએની સીટો ઓછી થશે. જો કે તેમણે એ પણ દાવો કર્યો છે કે કેન્દ્રમાં એનડીએની જ સરકાર બનશે.
મહારાષ્ટ્રના લાતુરમાં રામદાસ આઠવલે એક ચૂંટણી કાર્યક્રમને સંબોધિત કરી રહ્યાં હતા. આઠવલે એ કહ્યું કે એકલા ભાજપને ૨૬૦ થી ૨૭૦ સીટો મળી શકે છે. એનડીએને કુલ ૩૦૦ થી ૩૨૫ સીટો મળશે. આઠવલે એ એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે તે નક્કી છે. સાથો સાથ તેમણે પોતે એક વખત ફરીથી મંત્રી બનશે તેની પણ ભવિષ્યવાણી કરી દીધી. આઠવલે એ કહ્યું કે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, અને દક્ષિણ ભારતમાં ભાજપને સારી સીટો મળશે.
મોદી કેબિનેટમાં કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી રામદાસ આઠવલે એ ખુદ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી એ મધ્યપ્રદેશની પાંચ સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે. અઠાવલે એ પોતાની પાર્ટીના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી છે, જે આ રીતે છે. રામદાસ અઠાવલે એ મધ્યપ્રદેશમાં પોતાની પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત કરતાં કહ્યું કે તેમનો ભાજપ સાથે કોઇ ઝઘડો નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




