સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુનાં મોતનો સિલસિલો યથાવત, વધુ ૪નાં મોત

0
31

રાજકોટ,તા.૭
રાજસ્થાન બાદ ગુજરાતમા બાળકોના મૃત્યુના આંકડા સામે આવતા સરકારની આરોગ્ય સેવાઓની ડંફાસોની પોલ ખૂલી જવા પામી છે. છેલ્લા ૧૦ મહિનામાં રાજ્યમાં ૧૫૧૧૭ બાળકોના મૃત્યુ થયાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે અને આ આંકડો ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલો આંકડો છે. ગુજરાત જેવા વિકાસશીલ, પ્રગતિશિલ અને વાયબ્રન્ટ ગણાતા રાજ્ય માટે આ અત્યંત દૂઃખદ અને શરમજનક આંકડો કહેવાય. રાજ્ય સરકાનું આરોગ્યની સેવાઓ માટેનું રૂપિયા ૧૧ હજાર કરોડનું બજેટ બાળકોને જીવનદાન આપવામાં નિષ્ફળ ગયુ છે. શેહરી વિસ્તાર હોય કે હોય ગ્રામિણ વિસ્તાર બાળકોના મૃત્યુ રોકવામાં સમગ્ર આરોગ્ય વિભાગ ફેલ ગયુ હોવાનું આ આંકડાઓ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે.
ત્યાં જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુને મોતનો સિલસિલો યથાવત છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં છેલ્લા ૧૨ કલાકમાં ૪ શીશુઓના મોત નિપજ્યા છે. અને વધુ બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આથી બાળકોના મોતનો સિલસિલો યથાવત છે. કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલની બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે મીડિયાને પણ સિવિલ હોસ્પિટલમાં અંદર દાખલ થવા દેવામાં આવતું નથી. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બાળકોના મોતના મામલે સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકોના મોતના આંકડાની જાણ ન થવા દેવા આ પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બીજી બાજુ પંચમહાલનાં દાહોદમાં નવજાતને સારવાર મળી રહી નથી. બાળકની સ્થિતિ વધારે બગડી રહી છે પરંતુ હોસ્પિટલનો સ્ટાફ તેમની મદદ કરી રહ્યો નથી, ત્યાં જ વધુમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે, હોસ્પિટલનાં તબીબ ગેરહાજર છે અને બાળકનાં સારવારના અભાવથી પરિવાર પરેશાન થઇ ગયો છે. આ મામલે સવાલ એ ઉભો થાય છે કે, આખરે નવજાતની તબિયત લથડે તો જવાબદાર કોણ?
મહાનગરો એટલે કે કોર્પોરેશન વિસ્તારોની વાત કરવામા આવે તો છેલ્લા ૧૦ મહિનામ જ રાજ્યના ૮ કોર્પોરેશન વિસ્તારમાં ૨૨૧૪ બાળકોના મૃત્યુ થયા છે. જેમાં મેટ્રોસીટીનું બિરૂદ મેળવનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી વધારે ૮૨૬ બાળકોના મૃત્યુ થયા છે. ત્યાર બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ૧૦ મહિનામાં જ ૬૫૧ બાળકો મોતને ભેટયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY