ત્રણ હુમલાખોરોએ દુકાન પાસે ઉભેલા દિનેશભાઈ વાળા પર તૂટી પડ્યા
સુરત, તા. ૦૭
વરાછા માતાવાડી પાસે ત્રણ અજાણ્યા યુવકોએ એક વ્યક્તિની ઘાતકી હત્યા કરી નાસી ગયા હતા. વરાછા પોલીસે હત્યાનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વરાછા એલએચ રોડ જગદીશનગર સોસાયટીમાં રહેતાં જયંતીભાઈ મથુરભાઈ વાળાએ આપેલી ફરિયાદ મુજબ ફરિયાદી જયંતીભાઈ વાળાના કાકા દિનેશભાઈ વાળા ગઈકાલે રાત્રે ૮.૩૦ કલાકે વરાછા માતાવાડી વિઠ્ઠલનગર સોસાયટી કૈલાશ બંગાળી મીઠાઈવાળાની દુકાન પાસે ઉભા હતા. ત્યારે અચાનક ધસી આવેલા ત્રણ અજામ્યા યુવકોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાસી ગયા હતા. વરાછા પોલીસે હત્યાનો ગુનો દર્જ કરી આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અચાનક જાહેરમાં ચપ્પુ સાથે ધસી આવેલા લોકોએ દિનેશભાઈ વાળા પર હુમલો કરી હત્યા કરી ભાગી છુટ્યા હતા. પોલીસે હત્યારાઓને શોધી કાઢવા તપાસ આદરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



