અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ

0
36

રાજકોટ,તા.૧૧
રાજકોટમાં લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધ્યા બાદ વીડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના મયુર ઘાવરી નામના યુવકે લગ્નની લાલચ આપીને યુવતી સાથે અલગ-અલગ જગ્યાઓ પર શારીરિક સબંધો બાંધ્યા હતા. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, યુવકે જ્યારે મારી સાથે પ્રથમ વખત શારીરિક સબંધ બાંધ્યો, ત્યારે તેને મારી જાણ બહાર તેની સાથેના અંગત પળોના બિભસ્ત ફોટો અને વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યાં હતા. ત્યારબાદ જ્યારે મહિલાએ યુવક સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે યુવકે મહિલાને ધમકી આપી હતી કે ‘હું જ્યારે બોલવું ત્યારે આવજે નહીં તો તારા વીડિયો વાયરલ કરી નાખીશ’ હાલ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY