સુરત,તા.૧૧
ઉધના મસ્તાન નગરમાં મકાન અને દુકાનો ખાલી કરાવવાના મુદ્દે ચાલી રહેલા દબાણ હટાવો અભિયાન વચ્ચે વાતાવરણ ગરમાતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું ગયું હતું. વિરોધ કરી રહેલી મહિલાઓને ડિટેઇન કરાતા પોલીસ અને મહિલાઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ ગઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહિલા પીએસઆઈને લાફો મારવામાં આવતા વાત બગડી હતી. જોકે, ત્યારબાદ સાથી પોલીસ કર્મચારીઓએ મામલો થાળે પાડી કેટલીક વિરોધ કરી રહેલી મહિલાઓને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉધના પોલીસે વિરોધ કરતા લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મસ્તાન નગરમાં વર્ષોથી રહીએ છીએ. હવે ખાલી કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. નોટીસ પણ પાઠવવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે ખાલી કરવા માટે જણાવ્યું હતું. જોકે, સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


