અમદાવાદ,તા.૧૫
અમદાવાદમાં રાજપથ ક્લબમાં સ્વીમીંગ પુલમા કિશોરીને સ્વીમીંગ કોચે માર મારવાની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ આ સમગ્ર ઘટનાની તપાસ માટે આદેશ કર્યો છે. તેમણે સમગ્ર ઘટનાનો પોલીસ કમિશનરને રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. તો સાથે જ રાજપથ ક્લબના ચેરમેન, મહિલા વિંગના ચેરમેન અને કોચને એક સપ્તાહમાં આયોગમાં હાજર રહેવા આદેશ કર્યો છે. રાજપથ ક્લબ ઉપરાંત શહેરની તમામ ક્લબો મહિલા કમિટીની રચના થઈ છે કે નહીં તે બાબતે રિપોર્ટ કરવા પણ આદેશ કર્યો છે.
નોંધનીય છે કે રાજપથ ક્લબના સ્વીમિંગ કોચ હાર્દિક પટેલે સ્વીમર બાળકીને બોલાવીને ત્યારબાદ તેને માર માર્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદના ૨૪ કલાક બાદ પણ રાજપથ ક્લબ તરફથી ઘટનાને લઇને કોઇ સ્ટેન્ડ ક્લિયર કરાયું ન હતું. જેથી આ ઘટના મીડીયામાં પ્રસારિત થયા બાદ રાજપથ ક્લબનું મેનેજમેન્ટ સફાળુ જાગ્યું અને બપોરે ૧૨ વાગ્યાથી વાલીઓ અને મેનેજમેન્ટની મીટીંગનો દૌર શરૂ થયો.જેમાં કોચ હાર્દિકને લઇને વાલીઓમાં મતમતાંતર જાવા મળ્યા હતા.જા કે બાદમાં રાજપથ ક્લબના ચેરમેન જગદીશ પટેલે મીડિયા સમક્ષ આવીને આ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા કરીને કહ્યું કે તેઓ આ સમગ્ર મામલે પોલીસ કેસ કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




