રાજપીપળામાં ભાજપે સરદાર પટેલને બદનામ કરતું નિવેદન કરનાર સૈફુદ્દીન સૌઝના પૂતળાનું દહન કર્યું.

0
52

સરદાર પટેલ કાશ્મીર પાકિસ્તાનને સોંપવા માંગતા હતા એવા નિવેદન મુદ્દે કાશ્મિર કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સૌઝનો રાજપીપળામાં ભાજપે વિરોધ કર્યો.

રાજપીપળા:હાલમાં જ કાશ્મીરના કોંગ્રેસી નેતા સૈફુદ્દીન સૌઝે એવું નિવેદન કર્યું હતું કે સરદાર પટેલ કાશ્મીર પાકિસ્તાનને સોંપવા માંગતા હતા.કોંગ્રેસી નેતાના આ નિવેદન બાદ દેશભરમાં ભાજપ દ્વારા એમનો વિરોધ કરાય રહ્યો છે.તો રાજપીપળામાં પણ ભાજપ દ્વારા સૈફુદ્દીન સૌઝના આવા નિવેદન મુદ્દે વિરોધ નોંધાવી શહેરના ટ્રાફિકથી ભરચક એવા સફેદ ટાવર વિસ્તારમાં એકત્ર થઈ કોંગ્રેસની હાય હાય બોલાવી હતી.

બાદ સૈફુદ્દીન સૌઝે સરદાર પટેલને બદનામ કરતું નિવેદન કર્યું હોવાના આક્ષેપ સાથે નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા,રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ,મહામંત્રી કમલેશ પટેલ,ઉત્કર્ષ પંડ્યા,નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ જયશ્રી ધામેલ,મહામંત્રી મનીષા ગાંધી,દક્ષા પટેલ,અરુણા માછી,રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટ,કેતન પાઠક,સુરેશ તલાટી,વિરસિંગ તડવી,મહેશ વસાવા સહિત કાર્યકરોએ સૈફુદ્દીન સૌઝના પૂતળાનું દહન કર્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY