હત્યાના મામલામાં કથિત સંત રામપાલ દોષી, ૧૬-૧૭ ઓક્ટોબરે કોર્ટ સંભળાવશે સજા

0
42

ન્યુ દિલ્હી,તા.૧૧
કહેવાતા સંત રામપાલને હરિયાણાની વિશેષ કોર્ટે હત્યાના બે મામલામાં દોષી ઠેરવ્યા છે. આ ચુકાદો સંભળાવવા માટે હિસાર જેલમાં જ વિશેષ કોર્ટ બેસાડવામાં આવી હતી.
જે મામલામાં રામપાલને દોષી ઠેરવાયો છે તેમાં એક મામલો એક મહિલા ભક્તના શંકાસ્પદ મોતનો છે. જેની લાશ રામપાલના આશ્રમમાંથી ૧૮ નવેમ્બર, ૨૦૧૪ના રોજ મળી આવી હતી. જ્યારે બીજા મામલામાં રામપાલના ભક્તો પોલીસ સાથે ભીડાયા હતા. ૧૦ દિવસ સુધી થયેલી હિંસામાં ૪ મહિલાઓ અને એક બાળકની મોત થઈ હતી. આ માટે પણ રામપાલને જ અદાલતે દોષી માન્ય છે.
રામપાલને શું સજા થશે તેની જાહેરાત કોર્ટ દ્વારા ૧૬ અને ૧૭ ઓક્ટોબરે કરવામાં આવશે.
આજે કોર્ટે ચુકાદો આપ્યો તે પહેલા હિસાર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયુ હતુ.હિસારમાં ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી હતી અને જેલની ચારે તરફ ચાર કિલોમીટરના વિસ્તારમાં સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી હતી.
રામપાલના સમર્થકો શહેરમાં ના પ્રવેશી શકે તે માટે હિસારની બોર્ડર ૪૮ કલાક પહેલા જ સીલ કરી દેવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY