મુંબઈ,તા.૬
મોટા પડદા પર કરવામાં આવોલ રોમાન્સ મોટાભાગે એક્ટર્સની પર્સનલ લાઇફનો ભાગ બની જાય છે. આવું જ કંઇક બોલીવુડના લવપર્ડ કહેવાતા એક્ટર્સ રણબીર અને આલિયા સાતે થયું. આ બંને એક્ટર્સ જલ્દીથી બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં રોમાન્સ કરચા નજરે આવશે, પરંતુ હવે એમના રોમાન્સના કિસ્સા રિયલ લાઇફનો પણ ભાગ બની ગયા છે. કહેવાય છે કે બંને જલ્દી લગ્ન કરવાના છે.
હવે રણબીરના પિતા ઋષમ કપૂરે આલિયા ભટ્ટને લઇને ખાસ વાત કહી છે. ઋષિ કપૂરે એક મીડિયામાં આપેલા ઇન્ટરવ્યૂમાં રણબીર અને આલિયા ભટ્ટના એક બીજાના સંબંધને સહમતિ આપતા કહ્યું કે એ જેને ઇચ્છે એની સાથે લગ્ન કરવા માટે પસંદ કરી શકે છે. આ જણાવતા ઋષિ કપૂર કહે છે કે આ રણબીરનું જીવન છે. એ કોણી સાથે લગ્ન કરવા ઇચ્છે છે એ એને નક્કી કરવાનું છે. આલિયા ભટ્ટને નીતૂ કપૂર પસંદ કરે છે. હું પસંદ કરું છું અને રણબીર પણ પસંદ કરે છે
આ પહેલા મહેશ ભટ્ટે આ સંબંધ પર સહમતિ વ્યક્ત કરતાં કહ્યું કે પિતા હોવા પર મને ખુશી છે કે આલિયા બધી ચીજા જાતે કરી રહી છે. આલિયા હવે મોટી થઇ ગઇ છે આ એની પર્સનલ વાત છે કે જે એને જાતે જ નક્કી કરવાની છે.
નોંધનીય છે કે આલિયા અને રણબીરની વચ્ચે અફેરના સમાચાર આવતા રહે છે. આટલું જ નહીં રણબીર કપૂરે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકારીયું કે એ હાલમાં આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



